Market Closing: તેજી સાથે બંધ થયું શેરબજાર, સેન્સેક્સ-નિફ્ટીની મોટી છલાંગ
Stock Market Updates: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ચોથા દિવસે શેરબજાર ગુલઝાર જોવા મળ્યું. આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં જ રહ્યું.
Stock Market Updates: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા સંકેતો વચ્ચે આજે અઠવાડિયાના ચોથા દિવસે શેરબજાર ગુલઝાર જોવા મળ્યું. આજે બજાર લીલા નિશાન સાથે ખુલ્યું અને આખો દિવસ લીલા નિશાનમાં જ રહ્યું. દિવસભર કારોબાર બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાન પર બંધ થયા.
આજે શેરબજાર બંધ થયું ત્યારે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ 427.49 અંક એટલે કે 0.80% ના વધારા સાથે 54,178.46 અંક પર બંધ થયું. જ્યારે નિફ્ટી 143.10 અંક એટલે કે 0.93% ટકાના વધારા સાથે 16,139.00 અંક પર બંધ થયું.
ટોપ ગેઈનર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, M&M, ICICI બેંક, કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, એસબીઆઈ બેંક, વિપ્રોના શેર રહ્યા. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં હિન્દાલ્કો, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, ઈન્ડસઈન્ડ બેંક, યુપીએલ, M&M, BPCL, કોઈલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, ઓએનજીસી વગેરેના શેર ટોપ ગેઈનર્સ બન્યા.
ટોપ લૂઝર્સ
બોમ્બે સ્ટોક એક્સચેન્જના સૂચકઆંક સેન્સેક્સમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, નેસલે, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, એચયુએલ, બજાજ ફિનસર્વ, મારુતિ સૂઝુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ ટોપ લૂઝર્સ જોવા મળ્યા જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ડો.રેડ્ડીઝ લેબ, સિપ્લા, ભારતી એરટેલ, HUL, નેસલે, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા વગેરેના શેર ટોપ લૂઝર્સ જોવા મળ્યા.
એલઆઈસીના શેરની સ્થિતિ
એલઆઈસીના શેરમાં આજે 5.90 ટકા એટલે કે 0.84 ટકાની તેજી જોવા મળી. આજે શેરનો ભાવ 697.05 રૂપિયા પર પહોંચી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube