નવી દિલ્હી: કોરોનાના લીધે વધતા જતા અસરથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આગળ પણ ચાલુ રહેવાની આશંકા છે. બજારના જાણકારોનું માનીએ તો પરિસ્થિતિ આ જ રહી તો જલદી જ બ્રેંટ ક્રૂડ 20 ડોલર પ્રતિ બેરલના નીચે પણ સરકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રૂડ ઓઇલ પર કોરોનાના કહેરની અસર ખૂબ સમયથી જોવા મળી રહી છે. બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડનો ભાવ અત્યાર સુધી વર્ષના ઉંચા સ્તર પરથી 66 ટકાથી વધુ તૂટી ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના લીધે આર્થિક ગતિવિધિઓ ચરમસીમા ગઇ છે, જેથી ક્રૂડ ઓઇલના ભાવ પર સતત દબાણ બનેલું છે.  


ભારત ક્રૂડ ઓઇલનું દુનિયામાં ત્રીજું સૌથી મોટું ઉપભોક્તા છે પરંતુ કોરોના વાયરસ પર નિયંત્રણ માટે ભારત સરકારે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી છે. જેથી રેલ, રોડ અને હવાઇ અવરજવરની સાથે-સાથે કારોબાર બંધ છે જેથી ઓઇલની ખપત ખૂબ નીચે આવી છે. 


એંજલ કોમિડિટીના ડેપ્યુટી વાઇસ પ્રેસીડેન્ટ (એનર્જી તથા કરન્સી રિસર્ચ) અનુજ ગુપ્તાએ જણાવ્યું કે ભારતની માફક દુનિયાના અન્ય દેશોમાં પણ ઓઇલની ખપત ઘટી ગઇ છે, એટલા માટે આપૂર્તિના મુકાબલે માંગ ઓછી થતાં કિંમતો પર દબાણ બનેલુ છે અને આગામી દિવસોમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 20 ડોલર પ્રતિ બેરલથી નીચે જઇ શકે છે. તેમણે કહ્યું કે અમેરિકા લાઇટ ક્રૂડ વેસ્ટ ટેક્સાસ એટલે ડબ્લ્યૂટીઆઇનો ભાવ 17 ડોલર પ્રતિ બેરલથી નીચે જઇ શકે છે. 


કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયાનું પણ આ જ અનુમાન છે કે આગામી દિવસોમાં બ્રેંટ ક્રૂડનો ભાવ 20 ડોલર પ્રતિ બેરલથી નીચે સુધી આવી શકે છે જ્યારે ડબ્લ્યૂટીઆઇ 18 ડોલર પ્રતિ બેરલ તૂટી શકે છે. 


આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોટિનેંટલ એક્સચેંજ (આઇસીસીઇ) ગત કારોબારી સત્ર શુક્રવારને બ્રેંટ ક્રૂડનો જૂન અનુબંધ 24.13 ડોલર પ્રતિ બેરલ સુધી તૂટ્યો જ્યારે આઠ જાન્યુઆરી 2020ને બ્રેંટનો ભાવ 71.75 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો હતો જોકે આ વર્ષે સૌથી ઉંચા સ્તર છે. આ પ્રકારે વર્ષના ઉંચા સ્તરથી બ્રેન્ટનો ભાવ 66.36 ટકા સરક્યો છે.


કેડિયાનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ભાવમાં આગળ થનાર ઘટાડો વધુ દિવસો સુધી રહેશે નહી, પરંતુ ત્યારબાદ રિકવરી આવશે કારણ કે અમેરિકામાં ઓઇલનું ઉત્પાદન ખર્ચ વધુ છે એટલા માટે તે ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે ત્યારબાદ તેના પ્રમુખ ઓઇલ ઉત્પાદન દેશ પણ ઉત્પાદનમાં ઘટાડો કરવા માટે મજબૂત થશે જેથી ભાવને સપોર્ટ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર