નવી દિલ્હી: મિડલ ઇસ્ટમાં ટેન્શનના લીધે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોની સાથે જ ઘરેલૂ શેર બજારોમાં પણ ગભરાહટનો માહોલ જોવા મળ્યો. 30 શેરોવાળા મુંબઇ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ સોમવારે 787.98 પોઇન્ટ તૂટીને 40,676.63 પર બંધ થયો. તો બીજી તરફ 50 શેરોવાળા નેશનલ સ્ટોક એક્સચેંજનો ઇન્ડેક્સ નિફ્ટી 233.60 પોઇન્ટ તૂટીને 11,993.05 પોઇન્ટ પર બંધ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા અને ઇરાન વચ્ચેના તણાવ વચ્ચે ઓઇલની કિંમતોમાં ઉછાળો સોમવારે સ્થાનિક શેર બજાર પર અસર જોવા મળી હતી. મુંબઇ શેર બજાર (બીએસઇ)ના 30 શેર પર આધારિત સેન્સેક્સ કારોબારની સમાપ્તિ પર 787.98 પોઇન્ટ એટલે કે 1.90 ટકા ઘટીને 40,676.63 પર બંધ થયો. આ પ્રકારે નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)નો નિફ્ટી 233.60 એટલે કે 11,993.05 પોઇન્ટ પર બંધ થયો. 


સેન્સેક્સમાં સામેલ શેરોમાં બજાજ ફાઇનાન્સના શેરોમાં સૌથી વધુ 4.63 ટકાનો ઘટાડો રહ્યો. ત્યારબાદ સ્ટેટ બેન્ક, ઇન્ડસઇંડ બેન્ક, મારૂતિ, એચડીએફસીમ, હીરો મોટોકોર્પ, એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં પણ ઘટાડો રહ્યો. શેર બજારમં ઘટાડાની સામાન્ય ધારણાના ઉલટ ફક્ત ટાઇટન અને પાવર ગ્રિડના શેરોમાં જ મજબૂતીનું વલણ જોવા મળ્યું. 


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ઇરાનને આપવામાં આવેલી ધમકી બાદ બજારમાં ભારે વેચાવલીનું દબાન રહ્યું. ટ્રંપે કહ્યું કે જો ઇરાને બદલા માટે અમેરિકા પ્રતિષ્ઠાનો અથવા નાગરિકો પર હુમલો કર્યો તો તેને ભારે નુકસાન વેઠવું પડ્યું. આ પહેલાં બગદાદમા6 અમેરિકાના એક ડ્રોન હુમલામાં ઇરાની સેનાના એક ટોચના કમાંડર કાસિમ સોલેમની મોતને ભેટ્યો. ત્યારબાદ ઇરાન દ્વારા બદલાની કાર્યવાહીનો અંદેશો છે.