શેરબજારમાં તેજી, આજની પરિસ્થિતિ જાણવા માટે કરો ક્લિક...
દેશના શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી છે
નવી દિલ્હી : દેશના શેરબજારમાં ગુરુવારે તેજી જોવા મળી છે. સેન્સેક્સ 209 અંક ચડીને 34,651ના સ્તર પર ખુલ્યો જ્યારે નિફ્ટીની શરૂઆત 55 પોઇન્ટના વધારા સાથે 10,442ના સ્તર પર થઈ. મિડકેપ અને સ્મોલકેપ શેરના મજબૂત વલણે શેરબજારને સારી શરૂઆત આપી. બંને ઇન્ડેક્સમાં સારી ખરીદી જોવા મળી. રિયલ્ટી, મેટલ, ઓટો, કેપિટલ ગુડસ, ઓઇલ એન્ડ ગેસ તેમજ પાવર શેર્સમાં ખરીદી જોવા મળી.
દીવાળી ટાણે જ મોંઘવારીનો અસહ્ય માર, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો
બિઝનેસન સેશન દરમિયાન સવારે 11 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 81.34 પોઇન્ટની તેજી સાથે 34,523.39ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો હતો. આ સમય દરમિયાન જ નિફ્ટીમાં 14.20 પોઇન્ટનો વધારો જોવા મળ્યો છે અને એ 10,400.80ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો હતો.
તહેવારોના સમયગાળામાં જનતાને રાહત, આજે ફરી ઘટ્યા પેટ્રોલના ભાવ, જાણો કેટલો થયો ઘટાડો
દિગ્ગજ શેર્સમાં L&T (5.71%), M&M (1.72%), અદાણી પોર્ટસ (1.54%), તાતા મોટર્સ (1.43%) મજબુતી સાથે બિઝનેસ કરી રહ્યા છે. આઇટી, ફાર્મા અને પીએસયુ બેંક સેક્ટરમાં શેર્સ નબળા પડ્યા છે. એક્સિસ બેંક, તાતા મોટર્સ, ONGC, મારુતિ, HDFC બેંક, RIL, SBI, ITCમાં વધારો છે જ્યારે વિપ્રો, TCS, ઇન્ફોસિસ, HUL, HDFC, ICICI બેંક, સન ફાર્મા, ઇન્ડસઇન્ડ બેંક તેમજ એશિયન પેઇન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે રૂપિયાની પણ મજબૂત શરૂઆત થઈ છે. ડોલરની સરખામણીમાં રૂપિયો 8 પૈસાની મજબુતી સાથે 73.87ના સ્તર પર ખુલ્યો છે.