નવી દિલ્હીઃ મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા લોકો માટે કરોડપતિ બનવું આજે એક સપના સમાન છે. આ સપનાને પૂરુ કરવા દરેક ઈચ્છે છે, પરંતુ કરી માત્ર ગણતરીના લોકો શકે છે. તેનું કારણ છે કે પૈસાથી પૈસા બનાવવાની રીત બધાને આવડતી નથી. જો તમે પણ આ સપનું જોઈ રહ્યાં છો તો અમે આજે તમને જણાવી રહ્યાં છીએ રોકાણની તે રીત જેની મદદથી તમે કેટલાક વર્ષોમાં મોટા પૈસા ભેગા કરી શકો છો અને ખુદને કરોડપતિ બનાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mutual Fund
પૈસાનું રોકાણ તો બધા કરે છે, પરંતુ માત્ર રોકાણથી કામ થતું નથી. પૈસા બનાવવા માટે તમારે સ્માર્ટ રોકાણની રીત વિચારવી પડશે. જો તમે પૈસાથી પૈસા બનાવવા ઈચ્છો છો તો આજના સમયમાં મ્યૂચુઅલ ફંડ સૌથી બેસ્ટ છે. સૌથી સારી વાત છે કે તેમાં ઓછી આવક ધરાવનાર વ્યક્તિ પણ SIP દ્વારા રોકાણ કરી શકે છે. તમે SIP દ્વારા ઓછામાં ઓછા રૂ. 500 થી રોકાણ શરૂ કરી શકો છો અને તમારી આવકમાં વધારો થતાં તમારું રોકાણ વધારી શકો છો. એસઆઈપીમાં, તમને લાંબા ગાળે મોટો નફો મળે છે કારણ કે આમાં તમને ચક્રવૃદ્ધિનો લાભ મળે છે. બજાર સાથે જોડાયેલ હોવાથી, તે કેટલું વળતર મળશે તે ચોક્કસ કહી શકાય નહીં, પરંતુ મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે સરેરાશ 12% વળતર મળે છે. જો ભાગ્ય સાથ આપે તો તમે વધુ મેળવી શકો છો.


આ પણ વાંચોઃ મુકેશ અંબાણીની કંપનીએ લોન્ચ કર્યું ઈથેનોલ મિક્સ પેટ્રોલ, હવે ઘટશે પેટ્રોલના ભાવ?


ધારો કે તમે SIPમાં દર મહિને રૂ. 5000 નું રોકાણ કરો છો. તે મુજબ તમે વાર્ષિક 60 હજાર રૂપિયાનું રોકાણ કરશો. જો તમે આ રોકાણને સતત 26 વર્ષ સુધી રાખો છો, તો તમારું કુલ રોકાણ 15,60,000 રૂપિયા થશે અને 12% પર તમને 91,95,560 રૂપિયાનું વળતર મળશે. 26 વર્ષ પછી તમે 1,07,55,560 ના માલિક બનશો. જો તમને વધુ સારું વળતર મળે છે, તો રકમ વધુ પણ હોઈ શકે છે.


PPF
જો તમે એવી સ્કીમમાં રોકાણ કરવા માંગો છો જેમાં તમને ખાતરીપૂર્વકનું વળતર મળે, તો તમે PPF પસંદ કરી શકો છો. આ સ્કીમ તમને કમ્પાઉન્ડિંગનો લાભ પણ આપે છે. હાલમાં, તમને PPF પર 7.1 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. પીપીએફમાં તમે વાર્ષિક રૂ. 500 થી રૂ. 1.5 લાખ સુધી જમા કરાવી શકો છો. જો કે આ સ્કીમ 15 વર્ષ માટે છે, પરંતુ તમે તેને 5-5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકો છો. કરોડપતિ બનવા માટે તમારે આ સ્કીમમાં દર મહિને 12500 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ રીતે તમે વાર્ષિક રૂ. 1.5 લાખનું રોકાણ કરશો.


આ રીતે 15 વર્ષમાં કુલ 22,50,000 રૂપિયા જમા થશે. આના પર તમને વ્યાજ તરીકે 18,18,209 રૂપિયા મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 40,68,209 રૂપિયા મળશે. પરંતુ તમે આ પૈસા ઉપાડતા નથી, પરંતુ 5-5 વર્ષના બ્લોકમાં PPF ખાતામાં બે વાર વધારો કરો અને રોકાણ કરવાનું ચાલુ રાખો. આ રીતે તમારું PPF એકાઉન્ટ કુલ 25 વર્ષ સુધી ચાલશે. આ કિસ્સામાં, 25 વર્ષમાં વાર્ષિક 1.5 લાખના હિસાબે તમારું કુલ રોકાણ 37,50,000 રૂપિયા થશે. 7.1% પર, તમને વ્યાજ તરીકે રૂ. 65,58,015 મળશે અને પાકતી મુદતના સમયે, તમે રૂ. 1,03,08,015 ના માલિક બનશો.


આ પણ વાંચોઃ RBIએ નવો નિયમ લાગુ કર્યો, હવે નકલી નોટો નહીં ચાલે! જાણો શું છે આ નિયમ


VPF
પીપીએફની જેમ VPF એટલે કે Voluntary Provident Fund પણ પ્રોવિડેન્ટ ફંડ છે, પરંતુ તેનો ફાયદો માત્ર સેલેરીડ લોકો ઉઠાવી શકે છે. તેમાં પણ તમને કમ્પાઉન્ડિંગ વ્યાજનો ફાયદો મળે છે. VPF માં તે દરેક ફાયદા મળે છે જે ઈપીએફમાં એક કર્મચારીને આપવામાં આવે છે. સામાન્ય રીતે તમારી બેસિક સેલેરી અને ડીએના 12 ટકા ભાગ પીએફ એકાઉન્ટમાં જમા થાય છે અને આટલી રકમ તમારી કંપની દ્વારા નાખવામાં આવે છે. પરંતુ તમે વીપીએફનો વિકલ્પ પસંદ કરી પીએફમાં તમારૂ કોન્ટ્રીબ્યૂશન વધારી શકો છો. તેનાથી તમે પીએફમાં વધુ યોગદાન કરી શકો છો અને મેચ્યોરિટી પર સારી રકમ મેળવી શકો છો. જો ઈપીએફની સાથે વીપીએફમાં સતત નિવૃત્તિ સુધી રોકાણ જારી રાખવામાં આવે તો તેના દ્વારા તમે કરોડપતિ બની શકો છો. વર્તમાન સમયમાં વીપીએફમાં 8.1 ટકાના દરથી વ્યાજ મળે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube