મારુતિએ આપ્યા ગ્રાહકોને સારા સમાચાર, હરીફ કંપનીઓની બગડી જશે હાલત
કંપનીએ સ્વિફ્ટ, બલેનો અને બ્રિઝાની કિંમતમાં આ વર્ષની શરૂઆતમાં વધારો કર્યો હતો
નવી દિલ્હી : મારુતિ કારના ચાહકો માટે ખુશખબર છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે એ પોતાની કારની કિંમતોમાં કોઈ વધારો નથી કરવાનું. કંપનીએ સ્વિફ્ટ, બલેનો અને બ્રિઝાની કિંમતમાં આ વર્ષની શરૂઆતમાં વધારો કર્યો હતો પણ તાતા અને ટોયાટા તો આત્યાર સુધી બે વખત કિંમતમાં વધારો કરી ચૂકી છે. આ કંપનીઓએ સ્ટીલ,એલ્યુમિનિયમ તેમજ બીજા ઉત્પાદનોની કિંમત વધવાને કારણે આ વધારો કર્યો હતો.
વિવાદથી ઘેરાયેલો રહ્યો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર, અનેક વિજેતાઓએ ન આપી હાજરી
મારુતિના વેચાણમાં 14.40 ટકાનો વધારો નોંધાયો છે અને આ વેચાણ 1,72,986 વાહનો સુધી પહોંચી ગયું છે. ગયા વર્ષે એપ્રિલમાં મારુતિએ 1,51,215 વાહન વેચ્યા હતા. કંપનીએ કહ્યું છે કે એમનું ઘરેલુ વેચાણ ગયા વર્ષે 1,44,492 વાહનમાંથી 14.2 ટકા વધીને 1,64,978 વાહન સુધી પહોંચી ગયું છે. આ દરમિયાન અલ્ટો તેમજ વેગનઆર જેવી મિની કારનો વેચાણ 2.8 ટકા ઘટીને 37,794 થયું છે.
મારુતિએ માહિતી આપી છે કે સ્વિફ્ટ, એસ્ટિલો, ડિઝાયર અને બલેનો જેવા નવા મોડલનું વેચાણ 31.8 ટકા વધીને 83,834 સુધી પહોંચી ગયું છે પણ સિયાઝના વેચાણમાં 27.2 ટકાનો ઘટાડો થતા વેચાણ 5,116 એકમો પર આવી ગયું છે. આ દરમિયાન જિપ્સી, ગ્રાન્ડ વિટારા, અર્ટિગા, એક-ક્રોસ, કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રિઝા જેવા મોડલના વેચાણમાં પણ વધારો થયો છે.