વૈશ્વિક ફલક પર મારુતિ સુઝુકીએ વગાડ્યો મેક ઈન ઈન્ડિયાનો ડંકો! આફ્રિકા, લેટિન અમેરિકામાં મોકલી ગાડીઓ!
મેક ઇન ઇન્ડીયા મિશનને વેગ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતમા નિર્માણ પામતી ગાડીઓના નિકાસમા વધારો થયો છે. જેમાં મારુતિ સુઝુકીએ 2022માં 2.6 લાખ યુનિટની રેકોર્ડ નિકાસ હાંસલ કરી છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેણે CY2022માં રેકોર્ડબ્રેક નિકાસ હાંસલ કરી છે.
ગાંધીનગર: ભારતમાં ઓટોમોબાઈલ ઉદ્યોગની શરૂઆત 1940ના દાયકામાં થઈ હતી. 1947માં આઝાદી પછી ભારત સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા આ ઉદ્યોગને સ્પેરપાર્ટસના પૂરવઠા માટે એકમો સ્થાપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જો કે, 1950 અને 1960ના દાયકામાં રાષ્ટ્રીયકરણ અને ખાનગી ક્ષેત્રના વિકાસમાં અવરોધરૂપ લાયસન્સ રાજને કારણે ઉદ્યોગનો વિકાસ ધીમો હતો. 1970 પછી ઓટોમોટિવ ઉદ્યોગનો વિકાસ થવા લાગ્યો, પરંતુ તે મુખ્યત્વે ટ્રેક્ટર, કોમર્શિયલ વાહનો અને સ્કૂટર પૂરતો મર્યાદિત હતો. ત્યારે કાર હજુ પણ લક્ઝરી વસ્તુ હતી.
મેક ઇન ઇન્ડીયા મિશનને વેગ આપતા એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભારતમા નિર્માણ પામતી ગાડીઓના નિકાસમા વધારો થયો છે. જેમાં મારુતિ સુઝુકીએ 2022માં 2.6 લાખ યુનિટની રેકોર્ડ નિકાસ હાંસલ કરી છે. મારુતિ સુઝુકીએ જાહેરાત કરી છે કે તેણે CY2022માં રેકોર્ડબ્રેક નિકાસ હાંસલ કરી છે.
આ પણ વાંચો: હનુમાનભક્તની ઈમોશનલ કહાની: રિક્ષા, પત્નીના દાગીના પણ વેચી દઈશ બાકી ચા તો પીવડાવીશ જ!
કાર નિર્માતાએ દાવો કર્યો છે કે જાન્યુઆરી-ડિસેમ્બર 2022 સુધીમાં 2,63,068 એકમો રવાના કર્યા છે. મારુતિ સુઝુકીની નિકાસ સતત બીજા વર્ષે 2 લાખ યુનિટના આંકને વટાવી ગઈ છે. પાછલા વર્ષની સરખામણીએ નિકાસમાં 28%નો વધારો થયો હતો, જે દરમિયાન વિશ્વભરના બજારોમાં 2,05,450 કાર મોકલવામાં આવી હતી.
વધુમાં, મારુતિની નિકાસ CY2022માં પ્રી-કોવિડ વર્ષ (2019)ની સરખામણીમાં બમણીથી વધુ થઈ . 2020માં નિકાસ ઘટીને 85,208 યુનિટ થઈ ગઈ. FY1986-87 થી મારુતિ સુઝુકી તેના ઉત્પાદનોની નિકાસ કરી રહી છે. કાર નિર્માતાનું પ્રથમ માલ હંગેરી મોકલવામાં આવ્યું હતું. આજે, બ્રાન્ડ આફ્રિકા, મધ્ય પૂર્વ, લેટિન અમેરિકા અને આસિયાન દેશોના લગભગ 100 દેશોમાં નિકાસ કરી છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં ફિલ્મ 'સ્પેશ્યલ-26' જેવી ઘટના! રેડના નામે જાણો કેવી રીતે થઈ દિલધડક લૂંટ
1980ના દાયકામાં ઘણા જાપાનીઝ ઉત્પાદકોએ મોટરસાયકલ અને હળવા વ્યાવસાયિક વાહનોના ઉત્પાદન માટે સંયુક્ત સાહસોની સ્થાપના કરી. તે જ સમયે ભારત સરકારે નાની કારના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ સ્થાપવા માટે જાપાનની સુઝુકીની પસંદગી કરી. 1991માં શરૂ થયેલાં આર્થિક ઉદારીકરણ પછી તેમજ લાયસન્સ રાજના ધીમે ધીમે નબળા પડ્યા પછી, ઘણી ભારતીય અને બહુરાષ્ટ્રીય કાર કંપનીઓએ ભારતીય બજારમાં પ્રવેશ કર્યો.
આ પણ વાંચો: અંબાજી મંદિરમાં નવા વર્ષે ભક્તિમય માહોલ, ચાચર ચોક માઈ ભક્તોથી ઉભરાયો!
ઓટો માર્કેટમાં ક્રાંતિ લાવનારી ગાડીઓની વાત કરવામાં આવે અને મારુતિ 800નું નામ ન આવે, એવું ન થઈ શકે. મારુતિ 800 એ એક ક્રાંતિકારી વાહન હતું, જેણે એક ભારતીયનું કારના માલિક હોવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. મારુતિ આ કાર 1983માં લાવી હતી. તેણે 30 વર્ષ સુધી ભારતીય બજાર પર રાજ કર્યું અને તે દેશમાં સૌથી વધુ વેચાતી કાર છે. મારુતિએ 2014માં 800 મોડલનું ઉત્પાદન બંધ કરી દીધું હતું.