1 વર્ષમાં 286% રિટર્ન, રોકેટ સ્પીડે ભાગી રહ્યો છે આ શેર, એક્સપર્ટે કહ્યું- હજુ ખરીદી કરો
Multibagger Stock: મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના સ્ટોકે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મોટું રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ શેરના ભાવમાં 286 ટકાનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ Multibagger Stock: મઝગાંવ ડોક શિપબિલ્ડર્સના સ્ટોકે (mazagon Dock Shipbuilders) છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ શેર 286 ટકા વધી ગયો છે. ઘણા ટ્રિગર્સને કારણે સ્ટોક છેલ્લા એક મહિનાથી બુલ રનમાં છે. આ દરમિયાન તેમાં 37 ટકાનો વધારો થયો છે. એક્સપર્ટ પ્રમાણે, આવનારા દિવસોમાં તેમાં તેજી યથાવત રહેશે.
એક્સપર્ટનો મત
ટ્રેડિંગમોન્ક્સના સહ-સંસ્થાપક માનસ બુદ્ધિરાજાએ કહ્યુ- જ્યાં સુધી કિંમત 200-ડીએમએથી ઉપર છે, ત્યાં સુધી આપણે સ્ટોકમાં તેજીની આશા કરીએ છીએ. બુદ્ધિરાજાએ કહ્યુ કે, અમે આશા કરીએ કે તેજી 1000ના સ્તરથી ઉપર બની રહેશે, જે ખરીદનારા માટે એક સારો આંકડો છે. એચડીએફસી સિક્યોરિટીઝે કહ્યું કે ભારતીય ડિફેન્સ સેક્ટર એક મોટા પરિવર્તનકારી સમયમાંથી પસાર થઈ રહ્યું છે કારણ કે સરકાર આયાતને ઘટાડવા અને વિવિધ મુખ્ય રક્ષા પ્લેટફોર્મોના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. તેવામાં કંપનીને ફાયદો મળી શકે છે. એચડીએફસી સિક્યોરિટીઝે તેના પર પોતાનું બાય રેટિંગ આપ્યું છે.
આ પણ વાંચોઃ Upcoming IPO: આગામી સપ્તાહે લોન્ચ થશે 4 આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત દરેક વિગત
નોંધનીય છે કે મઝગાંવ ડોકની પાસે માર્ચ 2023 સુધી 38754 કરોડ રૂપિયાનો એક મજબૂત ઓર્ડર બેકલોગ છે. કંપનીની પાસે મુખ્ય ત્રણ ઓર્ડર છે- પ્રોજેક્ટ-71એ ફ્રિગેટ્સ, પ્રોજેક્ટ-15બી વિધ્વંસક અને પ્રોજેક્ટ-75 સબમરીન.
કંપનીનો કારોબાર
મંઝગાવ ડોક શિપબિલ્ડર્સ ભારતના અગ્રણી જહાજ નિર્માણ યાર્ડોમાંતી એક છે, જે એક સિંગલ-એકમનાની જહાજ સમારકામ કંપનીથી એક મલ્ટી-યૂનિટ અને મલ્ટી-પ્રોડક્શન કંપનીના રૂપમાં વિકસિત થયું છે. તે ભારતીય નૌસેના માટે પરંપરાગત સબમરીનનું નિર્માણ કરનાર ભારતનું એકમાત્ર શિપયાર્ડ છે.
(અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube