નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ધનવાનોના લિસ્ટમાં 11માંથી 13માં સ્થાને સરકી ગયા છે. હવે મેક્સિકોના કાર્લોસ સ્લિમ અને ફ્રાન્સની ફ્રાંસુઆ બેટનકોટ માયજ (Francoise Bettencourt Meyers)તેમની આગળ નિકળી ગઈ છે. માયજ દુનિયાની સૌથી ધનીક મહિલા છે. તે 2021માં દુનિયાના ધનીકોના લિસ્ટમાં ટોપ 10માં રહી ચુકી છે. આખરે કોણ છે ફ્રાંસુઆ બેટનકોટ માયજ અને શું છે તેનો બિઝનેસ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે બિઝનેસ
ફ્રાંસુઆ બેટનકોટ માયજ (Francoise Bettencourt Meyers)દુનિયાના સૌધી ધનવાન મહિલા છે. તે કારોબારી હોવાની સાથે-સાથે ફિલેંથ્રોપિસ્ટ અને લેખક પણ છે. તેમને દુનિયાની સૌથી જાણીતી અને સૌથી મોટી કોસ્ટમેટિક્સ બ્રાન્ડ L’Oreal વારસામાં મળી છે. તેમાં તેની એક તૃતીયાંશ ભાગીદારી છે. તેમાં તેની હોલ્ડિંગ કંપનીના ચેરપર્સન છે. L’Oreal ની પાસે Lancome અને Garnier બ્રાન્ડ છે અને 2022માં કંપનીનું રેવેન્યૂ 41.9 અબજ ડોલર રહ્યું હતું. 


આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં સારા નફાનો સંકેત, આ IPO માં એસબીઆઈ અને LIC એ લગાવ્યો દાવ


કેટલી છે નેટવર્થ
Bloomberg Billionaires Index પ્રમાણે 70 વર્ષીય માયજની નેટવર્થ 86.8 અબજ ડોલર છે અને તે દુનિયાના ધનીકોની યાદીમાં 12માં નંબર પર છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 15.3 અબજ ડોલરની તેજી આવી છે. L’Oreal માં તેની અને તેના પરિવારની 33 ટકા ભાગીદારી છે. L’Oreal શેરની કિંમતમાં હાલના દિવસોમાં તેજી આવી છે. 


માતા પાસેથી પ્રાપ્ત થઈ સંપત્તિ
માયજને આ સંપત્તિ તેમના માતા Liliane Bettencourt પાસેથી વારસામાં મળી છે. Liliane Bettencourt ના પિતા Eugene Schueller એ જ L’Oreal બ્રાન્ડની શરૂઆત કરી હતી. માયજ વર્ષ 1997થી L’Oreal ના બોર્ડમાં છે. સપ્ટેમ્બર 2017માં માતાના મોત બાદ તેણે અબજોપતિઓના લિસ્ટમાં એન્ટ્રી કરી હતી. આજે તે દુનિયાના સૌથી ધનીક મહિલા છે. આ પહેલા આ ટાઇટલ તેના માતાની પાસે હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube