Upcoming IPO This Week: આ અઠવાડિયે પ્રાઈમરી માર્કેટમાં ખુબ ધમાલ જોવા મળવાની છે. બેક ટુ બેક 4 કંપનીઓ પોતાનો IPO લઈને આવી રહી છે. 7 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર વચ્ચે આ તમામ ઈશ્યુ ખુલશે. જે કંપનીઓના IPO આવી રહ્યા છે તેમા રાકેશ ઝૂનઝૂનવાલાના રોકાણવાળી ફૂટવેર કંપની Metro Brands, ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજી કંપની  RateGain, Shriram Properties અને ડિજિટલ મેપ મેકર MapmyIndia સામેલ છે. આ કંપનીઓની IPO દ્વારા 4100 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ ભેગી કરવાની યોજના છે. જો તમે પણ તગડી કમાણી કરવાની તક શોધતા હોવ તો પહેલા તમામ કંપનીઓના IPO વિશે માહિતી ભેગી કરવી જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

RateGain IPO
RateGain Travel Technologies  દુનિયાની મોટી ડિસ્ટ્રિબ્યુશન ટેક્નોલોજી કંપનીઓમાં સામેલ છે. RateGain નો IPO 7 ડિસેમ્બરના રોજ ખુલશે અને 9 ડિસેમ્બરે  બંધ થશે. IPO ની સાઈઝ 1336 કરોડ રૂપિયાની છે. RateGain એ પોતાના આઈપીઓ હેઠળ પ્રાઈસ બેન્ડ 405-425 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. જેમાં એક લોટ 35 શેરનો હશે. એટલે કે અપર પ્રાઈઝ બેન્ડ પ્રમાણે રોકાણકારોએ ઓછામાં ઓછું 17875 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 


આ આઈપીઓ હેઠળ 375 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલ(OFS) હેઠળ લગભગ 2.26 કરોડ ઈક્વિટી શેરોનું વેચાણ થશે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (QIB) માટે આ ઈશ્યુના 75 ટકા નોન ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII) માટે 15 ટકા ભાગ અને રિટેલ રોકાણકારો માટે 10 ટકા ભાગ રિઝર્વ છે. IPO થી મળનારી રકમનો ઉપયોગ કંપની દેવુ ચૂકવવા માટે, ઈનઓર્ગેનીક ગ્રોથ અને સામાન્ય કોર્પોરેટ હેતુસર કરશે. 


Gold in Mobile: નકામો સમજીને ફેંકી ન દેતા તમારો જૂનો મોબાઈલ....કારણ કે તેમાં છૂપાયેલું છે કિંમતી સોનું


Shriram Properties IPO 
દક્ષિણ ભારતની રીયલ એસ્ટેટ કંપની શ્રીરામ પ્રોપર્ટીઝ  (Shriram Properties)નો આઈપીઓ 8 ડિસેમ્બરના રોજ ખુલી રહ્યો છે. આ રોકાણ માટે 10 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. ઈશ્યુની સાઈઝ 600 કરોડ રૂપિયા છે. જ્યારે  Shriram Properties એ આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ 113-118 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. ઈશ્યુ માટે લોટ સાઈઝ 125 શેર છે. એટલે કે પ્રાઈસ બેન્ડના અપર પ્રાઈઝ મુજબ રોકાણકારોએ ઓછામાં ઓછું 14750 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. એન્કર રોકાણકારો માટે આ ઈશ્યુ 7 ડિસેમ્બરે ખુલશે. 


Shriram Properties ના આઈપીઓમાં 250 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલ (OFS) હેઠળ 350 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ કરવામાં આવશે. ઈશ્યુનો 75 ટકા ભાગ ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB), 15 ટકા ભાગ નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ અને 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રહેશે. કંપનીના કર્મચારીઓ માટે 3 કરોડ શેર રિઝર્વ છે. IPO થી મળનારી રકમનો ઉપયોગ કરજ ચૂકવવા ઉપરાંત કોર્પોરેટ હેતુસર કરાશે. 


Good News! આ 16 બેંકના ગ્રાહકો માટે મોટા ખુશખબર, મળશે પાંચ લાખ રૂપિયા!, જાણો કેવી રીતે 


MapmyIndia IPO
ડિજિટલ મેપ મેકર MapmyIndia નો આઈપીઓ 9 ડિસેમ્બરે ખુલશે. આ રોકાણ માટે 13 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીની આઈપીઓ દ્વારા 1200 કરોડ રૂપિયા સુધીની રકમ ભેગા કરવાની યોજના છે. MapmyIndia  એ આઈપીઓ માટે 1000-1033 રૂપિયા પ્રતિ શેર પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. મેપ માય ઈન્ડિયાનો આઈપીઓ સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS). તેમાં એક લોટ 14 શેરનો રહેશે. રોકાણકારોએ ઓછામાં ઓછા 14462 રૂપિયા રોકાણ કરવું પડશે. વધુમાં વધુ 1,88,006 રૂપિયા રોકી શકાશે. 


Metro Brands IPO  
ફૂટવેર રિટેલ કંપની Metro Brands નો IPO  10 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ખુલ્લો રેહશે. આ કંપનીમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝૂનઝૂનવાલાની પણ ભાગીદારી છે. કંપીએ તેના ઈશ્યુ દ્વારા 1000 કરોડ રૂપિયા ભેગા કરવાની યોજના ઘડી છે. આ આઈપીઓ હેઠળ 295 કરોડ રૂપિયાના નવા ઈક્વિટી શેર બહાર પાડવામાં આવશે. જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટર્સ અને અન્ય શેર ધારકો ઓફર ફોર સેલ  (OFS) હેઠળ 2.14 કરોડ ઈક્વિટી શેરોનું વેચાણ કરશે. શેરોના આ વેચાણ બાદ પ્રમોટર્સની કંપનીમાં ભાગીદારી લગભગ 10 ટકા ઘટીને 75 ટકા રહી જશે. આ કંપની  પુરુષો, મહિલાઓ, યુનીસેક્સ, તથા બાળકો માટે પણ ફૂટવેર પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. મેટ્રો બ્રાન્ડ્સ કેઝ્યૂઅલ તથા ફોર્મલ ઈવેન્ટ્સ સહિત તમામ અવસરો માટે પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube