નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પાસે કરવામાં આવેલા કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોને જોરદાર આંદોલનના લીધે મેટ્રો સેવાઓ પર વ્યાપક અસર પડી છે. ખેડૂતોના પ્રદર્શનના કારણે રાષ્ટ્રીય રાજધાની સીમાવર્તી ક્ષેત્રોમાં સખત દેખરેખ કરવામાં આવી રહી છે. તેને ધ્યાનમાં રાખતામં દિલ્હી મેટ્રોને પણ શુક્રવારે (27 ડિસેમ્બર) એ પોતાની NCRથી દિલ્હી માટે પોતાની સેવાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી મેટ્રોને તેના હેઠળ એક એડવાઇઝરી જાહેર કરી છે. 


દિલ્હીને અડીને આવેલા પડોશી શહેરોમાં નહી જાય મેટ્રો
DMRCએ ગુરૂવારે એક એડવાઇઝરીમાં જાણકારી આપી છે કે શુક્રવારે દિલ્હી મેટ્રોની સેવાઓ પડોશી શહેરોથી રાષ્ટ્રીય રાજધાની સુધી સ્થગિત રહેશે. જોકે દિલ્હીથી એનસીઆરના ભાગ માટે મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. દિલ્હી મેટ્રોએ ટ્વિટર પર કહ્યું કે 'બપોરે બે વાગ્યાથી દિલ્હીથી એનસીઆર માટે મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. જોકે એનસીઆરથી દિલ્હી માટે સેવાઓ અત્યાર સુધી આગામી સુચના સુધી સુરક્ષાના કારણોથી સ્થગિત છે. અત્રે ઉલ્લેખેનીય છે કે તે પહેલાં ડીએમઆરસીએ બુધવારે કહ્યું હતું કે ખેડૂતોના પ્રદર્શનના કારણે 25નવેમ્બરના રોજ ટ્રેનો બપોરે 2 વાગ્યા સુધી રાષ્ટ્રીય રાજધાનીની સીમાઓને પાર કરી શકશે નહી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube