₹161 પર પહોંચી ગયો 1 રૂપિયાવાળો શેર, 52 સપ્તાહના હાઈ પર ભાવ, ખરીદવા માટે પડાપડી
હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના સ્ટોકે માત્ર 1 વર્ષમાં 548 ટકા અને 2 વર્ષમાં 2200 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. તો ત્રણ વર્ષના સમયગાળામાં રિટર્ન 14533 ટકાનું રહ્યું છે.
Multibagger Stock: કોરોના કાળમાં ઘણા એવા સ્ટોક છે જેણે ઈન્વેસ્ટરોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તેમાંથી એક શેર હઝૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડનો છે. પાછલા શુક્રવારે આ શેરમાં અપર સર્કિટ લાગી હતી. કારોબાર દરમિયાન શેરની કિંમત 161.35 રૂપિયા સુધી પહોંચી ગયો. આ શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર છે. હાલમાં કંપનીએ માર્ચ ક્વાર્ટરના પરિણામ જારી કર્યાં હતા. આ ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ 700 ટકા વધી ગયો છે.
કેવા હતા ક્વાર્ટરના પરિણામ
ક્વાર્ટરના આધાર પર કંપનીનો નેટ પ્રોફિટ 17.17 કરોડ રહ્યો હતો. એક વર્ષ પહેલાં આ સમયમાં પ્રોફિટ 2.15 કરોડ રૂપિયા હતો. Ebitda ની વાત કરીએ તો તે 23.76 કરોડ રૂપિયો હતો. એક વર્ષ પહેલાં આ સમયના મુકાબલે 547.41 ટકાનો ગ્રોથ છે. માર્ચ 2023ના ક્વાર્ટરમાં કંપનીનો નેટ સેલ્સ 194.67 કરોડ રૂપિયા હતો. તે એક વર્ષ પહેલાના સમયગાળાના મુકાબલે 117.87 ટકા વધ્યો છે. માર્ચ 2022ના ક્વાર્ટરમાં 89.35 કરોડ રૂપિયાનો નેટ સેલ હતો. હાલમાં કંપનીને ગાયત્રી પ્રોજેક્ટ્સ લિમિટેડથી 215.50 કરોડ રૂપિયાના ઈપીસી આધાર પર મહારાષ્ટ્રમાં સ્કોપ વર્ક સાથે જોડાયેલો ઓર્ડર પણ મળ્યો છે.
આ પણ વાંચોઃ ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ
14533 ટકા સુધીનું રિટર્ન
નોંધનીય છે કે હજૂર મલ્ટી પ્રોજેક્ટ્સ લિમિટેડના શેર માત્ર 1 વર્ષમાં 548 ટકા અને 2 વર્ષમાં 2200 ટકાથી વધુનું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. તો ત્રણ વર્ષની અવધીમાં આ સ્ટોકે 14533 ટકાનું રિટર્ન આપ્યું છે. વર્ષ 2020માં આ શેરની કિંમત 1 રૂપિયાના સ્તર પર હતી, જે હવે 161 રૂપિયા પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે કંપની મીડિયા, વીજળી અને રિયસ એસ્ટેટ વિકાસ વ્યાવસાયમાં કામ કરે છે.
(ડિસ્ક્લેમરઃ અહીં શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને અધીન હોય છે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube