ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ

Medicine Banned: સરકારનું કહેવું છે કે આ દવાઓ લોકો માટે જોખમરુપ સાબિત થઈ શકે છે. એફડીસી દવાઓ એટલે એવી દવા જેમાં એક નિશ્ચિત રેશિયોમાં એક કે બેથી વધુ સક્રીય દવાની સામગ્રીનું મિશ્રણ હોય.

ઉધરસ અને તાવમાં તુરંત રાહત આપતી આ દવા હવે નહીં મળે, સરકારે દવા પર મુક્યો પ્રતિબંધ

Medicine Banned: સરકારે નિમેસુલાઈડ અને સોલ્યુબલ પેરાસિટામોલ દવા તેમજ ક્લોફેનિરામાઈન મૈલેટ તેમજ કોડીન સીરપ સહિત 14 એફડીસી દવાઓ પર પ્રતિબંધ મુક્યો છે. સરકારનું કહેવું છે કે આ દવાઓ લોકો માટે જોખમરુપ સાબિત થઈ શકે છે. એફડીસી દવાઓ એટલે એવી દવા જેમાં એક નિશ્ચિત રેશિયોમાં એક કે બેથી વધુ સક્રીય દવાની સામગ્રીનું મિશ્રણ હોય.

ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશનવાળી આ દવાઓ પર પ્રતિબંધ મુક્યાની સુચના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે આપવામાં આવી હતી. સરકારે આ નિર્ણય ખાસ સમિતિની ભલામણ પછી લીધો છે. નિષ્ણાંતોની સમિતિએ સરકારને જણાવ્યું હતું કે આ દવાઓનું કોઈ ઔચિત્ય નથી અને તે લોકો માટે જોખમી છે. તેથી જનહિતને ધ્યાનમાં રાખી આ પ્રકારની દવાઓના વિચાણ અને વિતરણ પર પ્રતિબંધ મુકવો જરૂરી છે. 

આ પણ વાંચો:

આ દવાઓ પર મુકાયો પ્રતિબંધ

જે દવાઓ પર પ્રતિબંધ મુકાયો છે તેમાં વાયરલ ઈન્ફેકશન, ઉધરસ અને તાવની સારવારની દવાઓનો સમાવેશ થાય છે. જે નીચે દર્શાવ્યા અનુસાર છે. 

ક્લોફેનિરામાઈન મૈલેટ + કોડીન સીરપ, 
ફોલકોડાઈન + પ્રોમેથાજિન
એમોક્સિસિલિન + બ્રોમહેક્સિન
બ્રોમહેક્સિન + ડેક્સટ્રોમેથોર્ફન + અમોનિયમ ક્લોરાઈડ + મેન્થોલ
પેરાસિટામોલ + બ્રોમહેક્સિન + ફિનાઈલફ્રાઈનન + ક્લોરફેનિરામાઈન + ગુઈફેનિસિન
સાલબુટામોલ + બ્રોમહેક્સિન

મહત્વનું છે કે વર્ષ 2016માં પણ સરકારે 344 દવા સંયોજનના નિર્માણ પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાલમાં જે દવા પ્રતિબંધિત કરવામાં આવી હતી તે આ 344 દવાના સંયોજનનો એક ભાગ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news