નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવ બાદ જો તમારે હવે દૂધ (Milk) ના પણ મસમોટા ભાવ ચૂકવવાનો વારો આવે તો? વિચારો તમારે 1 માર્ચથી જો દૂધ માટે 100 રૂપિયા ચૂકવવા પડે તો? વાત જાણે એમ છે કે શનિવાર સવારથી જ ટ્વિટર પર 1 માર્ચથી 100  રૂપિયા પ્રતિ લીટર દૂધ વેચાવવાની વાત ટ્રેન્ડ થઈ રહી છે. જો આમ થયું તો પેટ્રોલ અને ડીઝલ તથા રાંધણ ગેસ સિલિન્ડર બાદ મોંઘવારીની મોટી થપાટ પડી શકે તેમ છે. આવો જાણીએ શું છે આખરે મામલો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દૂધના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટર! જાણો શું છે કારણ
વાત જાણે એમ છે કે હરિયાણાના હિસાર (Hisar) માં ખાપ પંચાયતે (Khap Panchayat) કૃષિ કાયદા અને ઓઈલની કિંમતોમાં સતત વધારા વિરુદ્ધ દૂધના ભાવ (Milk Price Hike)  વધારવાનો નિર્ણય લીધો છે. ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે એક માર્ચથી દૂધ 100 રૂપિયા પ્રતિ લીટર વેચવામાં આવશે. આ ફેસલો જો કે હાલ બહાર કે ડેરીમાં વેચવામાં આવતા દૂધ પર લાગુ થશે. ગ્રામીણોને તો દૂધ જૂના ભાવે જ મળશે. 


કોઓપરેટિવ સોસાયટીઓને મોંઘુ મળશે દૂધ
દૂધના ભાવ વધારવાનો નિર્ણય હરિયાણાના હિસાર જિલ્લાના નારનૌદ કસ્બાની અનાજ મંડીમાં સતરોલ ખાપ પંચાયત બાદ લેવામાં આવ્યો. સતરોલ ખાપ પંચાયતના પ્રતિનિધિએ જાણકારી આપતા કહ્યું કે, 'અમે દૂધને પ્રતિ લીટર 100 રૂપિયાના હિસાબે આપવાનો નિર્ણય લીધો છે. અમે ડેરીના ખેડૂતોને અપીલ કરીએ છીએ કે સરકારી કોઓપરેટિવ સોસાયટીને આ ભાવ પર દૂધ વેચે.'


PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે


ફેબ્રુઆરીમાં 5 રૂપિયા મોંઘુ થઈ ચૂક્યું છે પેટ્રોલ ડીઝલ
પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. પરંતુ ફેબ્રુઆરીમાં પેટ્રોલ ડીઝલ લગભગ 5 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ચૂક્યું છે. દિલ્હીમાં ફેબ્રુઆરીના પહેલા દિવસે પેટ્રોલ 86.30 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું હતું. જ્યારે આજે તેનો ભાવ 91.17 રૂપિયા પ્રતિ લીટર છે. સમગ્ર મહિનામાં પેટ્રોલ કુલ 4.87 રૂપિયા લીટરે મોંઘું થયું. ફેબ્રુઆરી મહિનામાં ડીઝલ 4.99 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube