PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

પતિનું આ વોટ્સએપ સ્ટેટસ બતાવી દે છે કે માણસ કઈ હદે માણસાઈ ભૂલીને અસંવેદનશીલ બની જતો હોય છે. મોતનો મલાજો પણ રાખતો નથી. આ ઘટનાએ માત્ર ગુજરાતને જ નહીં પરંતુ દેશને હચમચાવી દીધો છે.

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં આપઘાતની એક એવી ઘટના સામે આવી કે જે જોઈને કદાચ કોઈના પણ  રૂવાંડા ઉભા થઈ જાય. પરણિતાએ અંતિમ વિડીયો બનાવીને સાબરમતી નદીમા ઝંપલાવીને આપઘાત કરી લીધો.અઢી વર્ષના લગ્ન જીવનમા પતિના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ અંતિમ પગલુ ભર્યુ. યુવતીનો અંતિમ વીડીયો અને પરિવાર સાથેની વાતચીતના ઓડીયોને લઈને પોલીસે પતિ વિરૂધ્ધ દુષ્પેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ  કરી. આ બાજુ પતિનું એક વોટ્સએપ સ્ટેટસ પણ હાલ લોકોને ચોંકાવી રહ્યું છે. 

રિવરફ્રન્ટ પરથી મૂક્યું પડતું

1/4
image

અમદાવાદમાં એક પરિણિતાએ જીદંગીથી થાકી હારીને આપઘાતનુ અંતિમ પગલુ ભર્યુ. વટવામા રહેતી આયશા મકરાણીએ 25 ફેબુઆરીના રોજ રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમા પડતુ મુકીને આપઘાત કર્યો.આપઘાત કરતા પહેલા તેણે અંતિમ વિડીયો બનાવ્યો. જેમાં તે પતિને આઝાદ કરી રહી હોવાનુ કહી રહી છે.આ યુવતીએ હસતા-હસતા વિડીયો બનાવીને મોતને વ્હાલુ કર્યુ. આ ઘટનાએ માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.

મોત વ્હાલું કરતા પહેલા પિતા સાથે કરી વાત

2/4
image

આયશાના આપઘાતથી આખો પરિવાર આઘાતમા સરી ગયો છે. મરતા પહેલા આયશાએ માતા-પિતા સાથે વાતચીત કરી. રૂવાડા ઊભા કરી દે તેવી રીતે દીકરીએ મોત માટે મંજૂરી માંગી.આયશા મકરાણીની આપઘાત કેસમા પિતા લીયાકતઅલીએ રિવરફન્ટ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. તેઓની દીકરી આયશા ઉર્ફે સોનુના લગ્ન 2018 માં રાજસ્થાન ખાતે રહેતા આરીફ ખાન સાથે કરાવ્યા હતા.  

દહેજ બાબતે અપાતો હતો ત્રાસ

3/4
image

લગ્ન બાદ આયશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે ત્રાસ આપતા હતા. વર્ષ 2018માં ડિસેમ્બર માસમાં તેનો પતિ દહેજ માંગી ઝગડો કરી આયશા ને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સમાજના લોકો ભેગા કરી સમાધાન કરી તેને પાછી સાસરે વળાવી હતી. ફરીથી વર્ષ 2019 માં આઇશાને તેના સાસરિયાઓ તેને પિયરમાં મૂકી જતા આયશા તેના માતા પિતા સાથે રહેતી હતી. બાદમાં જમાઈ આરીફ આયશા ના ઘરે આવ્યો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઈ ગયો હતો. બાદમાં ફરી આઇશાને તેડી જઈ પાછી તેને પિયરમાં મૂકી જતા આયશાએ વટવા પોલીસસ્ટેશનમાં પતિ, સાસુ સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. 

પરિણિતાના મોત બાદ પતિએ મૂક્યું સ્ટેટસ

4/4
image

આપઘાતના દિવસે પણ આયશાએ પતિ આરીફ સાથે વાતચીત કરતા આરીફે તેને મરી જવા અને વિડીયો બનાવવા ઉશ્કેરી પણ હતી. જેથી પરિવારે તેના પતિને સજા થાય તેવી માંગ કરી હતી.આઈશાના આપઘાત કેસમા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ કરતા આઈશાએ મરતા પહેલા બનાવેલો વિડીયો તેના પતિ આરીફને મોકલ્યો હતો, પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પૂરાવાના આધારે આયશાના પતિ સામે દુષપ્રેરણા નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બાજુ એવી પણ વાત સામે આવી છે કે પરિણિતાના મોત બાદ પતિ આરીફે ખુબ વિચિત્ર કહી શકાય તેવું વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું. જેમા તેણે લખ્યું કે 'કોન ચલા ગયા યહ ઈમ્પોર્ટન્ટ નહીં હૈ, કોન અભી ભી સાથ હૈ યહ ઈમ્પોર્ટન્ટ હૈ.'