Mutual Fund: અહીં 5000 રૂપિયા લગાવી કરી શકો છો મોટી કમાણી, 10 ઓગસ્ટ સુધી છે તક
જો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો તો તમારી પાસે શાનદાર તક છે. મિરે એસેટ ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે `મિરે એસેટ મની માર્કેટ ફંડ` લોન્ચ કર્યું છે.
નવી દિલ્હીઃ NFO: જો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો તો તમારી પાસે શાનદાર તક છે. મિરે એસેટ ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે 'મિરે એસેટ મની માર્કેટ ફંડ' લોન્ચ કર્યું છે. આ નવી ફંડ ઓફર (NFO) 4 ઓગસ્ટ, 2021ના સબ્સક્રિપ્શન માટે ખુલ્યુ છે અને તેમાં 10 ઓગસ્ટ સુધી રોકાણ કરી શકાય છે. મિરે એસેટ મની માર્કેટ ફંડ એક ઓપન ઇન્ડેડ ડેટ સ્કીમ છે જે મની માર્કેટ ઇન્સ્ટ્રૂમેન્ટમાં રોકાણ કરે છે. આ સ્કીમ 12 ઓગસ્ટથી સતત વેચાણ માટે પરી ખુલશે. આ ફંડને નિફ્ટી મની માર્કેટ ઇન્ડેક્સ દ્વારા બેંચમાર્ક આપવામાં આવશે.
ઓછામાં ઓછુ 5 હજારનું રોકાણ
આ સ્કીમમાં ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને ત્યારબાદ 1 રૂપિયાના મલ્ટીપલમાં રોકાણ કરી શકાય છે. આ ફંડમાં રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાનનો વિકલ્પ આપવામાં આવ્યો છે જેમાં ગ્રોથ વિકલ્પ, ઇનકમ ડિસ્ટીબ્યુશન અને કેપિટલ વિધડોલ (IDCW) ના વિકલ્પ સામેલ છે.
આ પણ વાંચોઃ શાનદાર ઓફર!, હવે માત્ર 915 રૂપિયામાં કરો 63 શહેરોની હવાઈ મુસાફરી કરી શકશો, વિગતો જાણો
ફંડની ખાસિયત
આ ફંડ તે રોકાણકારો માટે સારો વિકલ્પ છે, જેના રોકાણનું લક્ષ્ય એક વર્ષ માટે હોય છે. આ ફંડનું લક્ષ્ય સારા રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આપવાનું હોય છે. તેના દ્વારા રોકાણ મુખ્ય રીતે મની માર્કેટ સાધનોમાં કરવામાં આવે છે, જેની મેચ્યુરિટી એક વર્ષની હોય છે. આ પોર્ટફોલિયોનો સમયગાળો 6 મહિનાથી એક વર્ષનો હોય છે. આફંડ મુખ્ય રૂપથી રોલઆઉટ સ્ટ્રેટેજીને અપનાવે છે, જેમાં તે છ મહિનાથી એક વર્ષ સુધી બનાવી રાખે છે.
શું છે સારો વિકલ્પ
મિરે એસેટ ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ-ફિક્સ્ડ ઇનકમ, મહેન્દ્ર જાજૂનું કહેવુ છે કે આવા સમયમાં જ્યારે ફિક્સ્ડ ઇનકમવાળી માર્કેટ પૂરી દુનિયામાં સતત મોંઘવારીનો સામનો કરી રહ્યાં છે, મની માર્કેટ ફંડ વધુ લિક્વિડ હોવા અને હાઈ ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ હોવાને કારણે સારો વિકલ્પ હોઈ શકે છે. આ સ્કીમ મની માર્કેટ કર્વને કારણે યીલ્ડમાં આકર્ષક લીડ પ્રદાન કરે છે, સાથે ઓછી મેચ્યોરિટી અવધિના પોર્ટફોલિયોને કારણે બજારના ઉતાર-ચઢાવથી રોકાણકારોને સુરક્ષા આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube