નવી દિલ્હીઃ એવા ઘણા લોકો છે જેની પાસે ખુદનું ઘર નથી. તેવા લોકોએ ભાડાના ઘરમાં રહેવું પડે છે. સાથે કેટલાક લોકો એવા છે જે નોકરી કે અભ્યાસ કરવા માટે બીજા શહેરમાં જાય છે. તેવા લોકોએ પણ ભાડાના ઘરમાં રહેવું પડે છે. જ્યારે પણ તમે ઘર ભાડે લો તો રેન્ટ એગ્રીમેન્ટ જરૂર બનાવવો જોઈએ. રેન્ટ એગ્રીમેન્ટમાં બધી સુવિધાઓ અને ભાડા તથા ઘરની બધી જાણકારી વિશે લખેલું હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાડા પર ઘર લેતા પહેલા ભાડુઆતે રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરવાની હોય છે. તેવામાં જો તમે ભાડામાં ઘર લો તો તમારે રેન્ટ એગ્રીમેન્ટ જરૂર બનાવવો જોઈએ. સાથે રેન્ટ એગ્રીમેન્ટ સહી કરતા પહેલા કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.


કેટલું વધશે ભાડું
રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા જરૂર તપાસ કરવી જોઈએ કે દર વર્ષે કેટલું ભાડું વધારવામાં આવશે. સામાન્ય રીતે ઘરનું ભાડું દર વર્ષે 10 ટકા વધી જાય છે. સાથે રેન્ટ એગ્રીમેન્ટ દર 10 મહિના બાદ રિન્યૂ થવો પણ જરૂરી છે. સહી કરતા પહેલા તમે તે પણ જોઈ લો કે ઘર ખાલી કરવાની શું પ્રક્રિયા છે.


આ પણ વાંચોઃ બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશે


ભાડું સમય પર ન ભરવા પર પેનલ્ટી
તમારે રેન્ટ એગ્રીમેન્ટમાં તે વાત વિશે પણ જરૂર લખવું જોઈએ કે ભાડું ભરવામાં વિલંબ થાય તો કેટલી પેનલ્ટી લગાવવામાં આવશે. આ સિવાય તમારે રેન્ટ એગ્રીમેન્ટમાં લાઇટ, પાણી, હાઉસ ટેક્સ અને જિમ, સ્વિમિંગ પુલ, પાર્કિંગ, ક્લબ જેવી ચૂકવણી વિશે પણ સારી રીતે વાંચવું જોઈએ.


ભાડે લેનાર ઘરને ચેક કરે
રેન્ટ એગ્રીમેન્ટ પર સહી કરતા પહેલા તમારે ઘરને ધ્યાનથી ચેક કરી લેવું જોઈએ. જેમ કે દીવાલ પર ભેજ, પેન્ટ, કિચન અને બાથરૂમનું ફિટિંગ વગેરે. જો તમારા ઘરમાં કોઈ ખરાબી છે તો મકાન માલિકને તે જણાવી દેવું જોઈએ એટલે બાદમાં કોઈ મગજમારી ન થાય.


તે વાતનું ધ્યાન રાખો કે રેન્ટ એગ્રીમેન્ટના નિયમો વાંચ્યા વગર સહી ન કરો. ભલે તમે રેન્ટ એગ્રીમેન્ટ વાંચવા માટે સમય લો પરંતુ ઉતાવળમાં સહી ન કરો. તે વાત નક્કી કરો કે મકાન સંબંધિત બધા નિયમો રેન્ટ એગ્રીમેન્ટ પર લખેલા હોય.