Interesting Facts: ભારતીય રેલવે નેટવર્કની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે આવે છે. ભારતીય રેલવેમાં દરરોજ લગભગ 4 કરોડ લોકો મુસાફરી કરે છે. રેલવે નેટવર્ક જમ્મુ અને કાશ્મીર સહિત દેશના દરેક રાજ્યમાં પહોંચી ચુક્યું છે. લોકો અલગ-અલગ જગ્યાઓ માટે રેલવે સ્ટેશનો પરથી ટ્રેન પકડે છે. દેશના દરેક રાજ્યમાં અનેક રેલવે સ્ટેશન હોય છે. કેટલાક શહેરોમાં પણ એકથી વધુ રેલવે સ્ટેશન હોય છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક રાજ્ય એવું પણ છે જ્યાં એક જ રેલવે સ્ટેશન છે. આ સ્ટેશન પછી રેલવે ટ્રેક જ પૂરો થઈ જાય છે અને ત્યારપછી લોકોએ રોડ માર્ગે મુસાફરી કરવી પડે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ગુજરાતમાં આવેલું મુકેશ અંબાણીનું 100 વર્ષ જુનું પૈતૃક ઘર છે ચર્ચામાં, જાણો કારણ


2000 રૂપિયાની નોટ બદલવા માટે ઓળખ કાર્ડ જરૂરી કે નહીં... જાણો સાચી માહિતી


જૂનમાં 12 દિવસ બેંકો બંધ રહેશે, 2000 ની નોટ બદલવા માંગતા હોવ તો લિસ્ટ ચેક કરી લેજો
 
એક જ રેલ્વે સ્ટેશન ધરાવતું રાજ્ય અન્ય કોઈ નહીં પણ પૂર્વોત્તર ભારતનું મિઝોરમ છે. આ રાજ્યમાં એક જ રેલવે સ્ટેશન છે, જેનું નામ 'બઈરાબી રેલવે સ્ટેશન' છે. આ સ્ટેશન દ્વારા જ મિઝોરમથી દેશના અન્ય રાજ્યો સાથે રેલ કનેક્ટિવિટી જોડાયેલી છે. રાજ્યના લોકો મુસાફરી માટે અને માલસામાનની હેરફેર માટે આ સ્ટેશને પહોંચે છે. જો કે સ્ટેશન પછી રેલ્વે ટ્રેક સમાપ્ત થાય છે. તેથી જ  આ સ્ટેશનને રાજ્યનું છેલ્લું રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે.


બઈરાબી રેલવે સ્ટેશનનો કોડ BHRB છે. આ સ્ટેશન પર 4 રેલવે ટ્રેક અને 3 પ્લેટફોર્મ છે. આ રાજ્યનું એકમાત્ર રેલવે સ્ટેશન હોવા છતાં હાલમાં આધુનિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર બઈરાબી રેલવે સ્ટેશન શરૂઆતમાં નાનું રેલવે સ્ટેશન હતું. ત્યારપછી વર્ષ 2016માં તેનું વિસ્તરણ કરવામાં આવ્યું.  


મિઝોરમ ગાઢ જંગલો અને પર્વતો ધરાવતું રાજ્ય છે. તેથી અહીં રેલવે ટ્રેક બનાવવામાં મુશ્કેલીઓ આવે છે. જો કે હવે ભારતીય રેલવે પણ આ રાજ્યમાં પણ સ્ટેશન વધારવા માટે કામ કરી રહ્યું છે. રાજ્યમાં વધુ એક રેલ્વે સ્ટેશન બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ સાથે ટ્રેકને વિસ્તૃત કરવા માટે રાજ્યનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.