100 રૂપિયાના પેટ્રોલ પર રોજ મળશે 40 રૂ.નું CashBack, માત્ર કરવું પડશે આ કામ
આ ઓફરમાં તેમને 100 રૂપિયાના પેટ્રોલ પર 40 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. એટલે કે પેટ્રોલની કિંમત તમારા માટે માત્ર 60 રૂપિયા રહેશે. જોકે, પેટ્રોલ પંપ પર તમારે 100 રૂપિયા ચુકવવા પડશે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસે-દિવસે વધતા જઇ રહ્યાં છે. લોકો દ્વારા સતત પેટ્રોલ ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાની માંગ કરી રહ્યાં છે. પરંતુ, ઓઇલ કંપનીઓ સતત સામાન્ય માણસ પર ભાર વધારતી જાય છે. ત્યારે, સરકાર પણ તેનો ઉકેલ લાવવામાં અસમર્થ જોવા મળી રહી છે. પરંતુ, સામાન્ય માણસને રાહત આપતા મોબાઇ વોલેટ કંપની ફોન-પે દ્વારા એક મોટી ઓફર લાવી છે. આ ઓફરમાં તેમને 100 રૂપિયાના પેટ્રોલ પર 40 રૂપિયાનું કેશબેક આપવામાં આવશે. એટલે કે પેટ્રોલની કિંમત તમારા માટે માત્ર 60 રૂપિયા રહેશે. જોકે, પેટ્રોલ પંપ પર તમારે 100 રૂપિયા ચુકવવા પડશે.
કેટલો છે આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ
સોમવારે દિલ્હીમાં પેટ્રોલ 15 પૈસા પ્રતિ લીટર મોંઘુ થઇ 82.06 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે. ત્યારે ડીઝલ 6 પૈસા મોંઘુ થઇ 73.78 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે. જ્યારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 90 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચવા આવ્યું છે.
ફોન-પેએ આપી ઓફર
ઇ-વોલેટ કંપની ફોન-પેએ પેટ્રોલ-ડીઝલ ભરાવવા પર મોટી ઓફર આપી રહ્યું છે. કંપનીની ઓફરમાં ઓછામાં ઓછું 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદવાનું અને તેના પર તમને કેશબેક આપવામાં આવશે. 100 રૂપિયા અથવા તેનાથી વધારે પેટ્રોલની ખરીદી પર રૂપિયા 40નું કેશબેક ઓફર આપવામાં આવી છે. ખાસ વાત આ છે કે કોઇ પણ યૂઝર રોજના આ ઓફરનો ફાયદો લઇ શકે છે. ઓફર 30 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે.
શું છે નિયમો અને શરતો
- ઓફરના અંર્તગત દિવસમાં એક વખત જ ફ્યૂલ ભરાવવા પર કેશબેક ઓફર આપવામાં આવશે.
- મહિનામાં 10 દિવસ કેશબેક ઓફરનો લાભ લઇ શકશો.
- ઓફર માત્ર 30 સપ્ટેમ્બર સુધી માન્ય ગણાશે.
- ફોન-પેથી ટ્રાંજેક્શન કર્યાના 24 કલાકના સમયગાળામાં કેશબેક મળશે
- કેશબેકથી મળતી રકમનો ઉપયોગ તમે ફોન રિચાર્જ, બિલ-પેમેન્ટ માટે કરી શકો છો.
માત્ર આ પંપ પર માન્ય ગણાશે આ ઓફર
ફોન-પેની આ ઓફર માત્ર ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર માન્ય ગણાશે. ફોન-પે અને ઇન્ડિયન ઓઇલ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલના કોઇપણ પેટ્રોલ પંપ પર તમે પેટ્રોલ-ડીઝલ ખરીદી શકો છો. આ પહેલા પણ ફોન-પેએ પેટ્રોલ પર કેશબેકની ઓફર આપી હતી. જેમાં તેણે HPCLની સાથે કરાર કર્યો હતો.
બીજી કંપનીઓ પણ આપી રહી છે આ ઓફર
ફોન-પે ઉપરાંત ઇ-વોલેટ કંપનીઓમાં પેટીએમ પણ સામેલ છે. પેટીએમે પણ તેના પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરનાર લોકોને કેશબેકની ઓફર આપી રહ્યું છે. પેટીએમની આ ઓફર 1 વર્ષ સુધી માન્ય ગણાશે. જેમાં મહત્તમ કેશબેક 7500 રૂપિયા સુધીની કેશબેક મળી શકે છે.