મોદી કેબિનેટનો મોટો નિર્ણય, પાંચ મોટી સરકારી કંપનીઓ વેચાશે
વડાપ્રધાન નરેંદ્ર મોદી અધ્યક્ષતામાં બુધવારે મોડી સાંજે થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલાં સરકારે પાંચ મોટી સરકારી કંપનીઓ વેચવાનો નિર્ણય લીધો છે. બીજો દિલ્હીની 1728 ગેરકાયદેસર કોલોનીને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેંદ્ર મોદી અધ્યક્ષતામાં બુધવારે મોડી સાંજે થયેલી કેબિનેટની બેઠકમાં ત્રણ મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. પહેલાં સરકારે પાંચ મોટી સરકારી કંપનીઓ વેચવાનો નિર્ણય લીધો છે. બીજો દિલ્હીની 1728 ગેરકાયદેસર કોલોનીને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. ત્રીજો મોટો નિર્ણય એ હતો કે સરકારે 1.2 લાખ ટન ડુંગળી ઇંપોર્ટને મંજૂરી આપી હતી. કેબિનેટની બેઠકમાં નાણામંત્રી સીતારમણે કહ્યું કે 7 સરકારી કંપનીઓમાં સરકારી ભાગ 51%થી ઓછો હશે. BPCLમાં સરકારી ભાગ 51%થી ઓછો હશે. BPCL નું મેનેજમેન્ટ કંટ્રોલ ખાનગી હાથોમાં જશે. નુમાલીગઢ રિફાઇનરી BPCL ડિસઇન્વેસ્ટમેન્ટથી અલગ રહેશે.
EPFO: 30 નવેમ્બર સુધી જમા કરાવી દો આ ડોક્યુમેન્ટ, નહીંતર બંધ થઇ જશે તમારું પેન્શન
નાણામંત્રીએ કહ્યું કે SCI, કોનકોરમાં સરકાર પોતાનો ભાગ વેચશે. THDCIL ને NTPC ને વેચવામાં આવશે. NEEPCO ને પણ NTPC ને વેચવામાં આવશે. સરકારી ખર્ચથી બનેલા માર્ગોને મોનેટાઇઝ કરવામાં આવશે. NHAI સિક્યોરિટાઝેશન દ્વારા પૈસા ભેગા કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર્સ માટે રેગુલેટર બનશે. રોડ ટેલના ઓપરેટ અને ટ્રાંસફર માટે 15-30 વર્ષનો સમય લાગશે.
PAN Card સાથે જોડાયેલો આ નિયમ જાણો છો? ખોટો PAN આપ્યો તો ભરવો પડશે 10 હજાર સુધીનો દંડ!
તેમણે કહ્યું કે ટેલીકોમ સેક્ટર રિવાઇવલ પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. ટેલીકોમ કંપનીઓને રાહત આપવા માટે પેમેન્ટનો સમયગાળો વધ્યો. 2021-22 સુધી સ્પેક્ટ્રમ ફી પેમેન્ટથી રાહત આપવામાં આવી છે. 16ની જગ્યા 18 ભાગમાં કરવો પડશે.
સરકારે આ પાંચ સરકારી કંપનીઓને સંપુર્ણપણે વેચવાનો નિર્ણય કર્યો છે.
1. બીપીસીએલ (અસમના નુમાલીગઢ રિફાઇનરીને છોડીને)
2. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા
3. કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા
4. ટિહરી હાઇડલ ડેવેલોપમેન્ટ કોર્પોરેશન ઇન્ડીયા લિમિટેડ
5. નોર્થ ઇસ્ટર્ન પાવર કોર્પોરેશન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube