₹78000 સબસિડી, 7% પર ફ્રી લોનની ગેરંટી, જબરદસ્ત છે મોદી સરકારની આ સ્કીમ
Muft Bijli Yojna: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પીએમ-સૂર્ય ઘરઃ ફ્રી વીજળી યોજનાના બજેટને મંજૂરી આપી દીધી છે. આ યોજના પર 75,021 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે 1 કરોડ પરિવારોને મોટી ભેટ આપી છે.. પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત ફ્રી વીજળી મળશે.. સાથે સાથે થશે હજારો રૂપિયાની બચત... મોદી કેબિનેટમાં મંજૂરી બાદ હવે સોલાર સિસ્ટમ લગાવવા પર સરકાર સબસિડી આપશે.. જેથી સોલાર યોજનાને વધુ વેગ મળે..
કેબિનેટની મંજૂરી
પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત મોદી સરકારે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જે પાછળ સરકાર અંદાજે 75 હજાર કરોડનો ખર્ચ કરશે.. એટલે કે 1 કરોડ ઘરોને 300 યુનિટ મફત વીજળીની સાથે સાથે વર્ષે 15 હજારની બચત પણ થશે.. જેને મોદી કેબિનેટથી મંજૂરી મળી ગઈ છે..
સબસિડી મળશે
ગત 13 ફેબ્રુઆરી પ્રધાનમંત્રી મોદીએ આ યોજના લોન્ચ કરી હતી.. જે અંતર્ગત ઘર પર સોલાર સિસ્ટમ લગાવવા માટે સરકાર 78 હજાર રૂપિયા સુધીની સબસિડી આપશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ યોજનાથી 17 લાખ લોકોને રોજગારી મળવાનો પણ દાવો કર્યો અને કહ્યું કે, ભારતની વીજળી ઉત્પાદનની ક્ષમતા પણ વધશે.
આ પણ વાંચોઃ ડોલી ચાયવાલા! નાગપુરનો સ્ટાઈલિશ ચાવાળો, બિલ ગેટ્સ પણ એની ચાના શોખિન
પીએમ સૂર્યોદય યોજના
પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત મળનાર સહાય પર નજર કરીએ તો, 1 કિલોવોટ સિસ્ટમ પર 30 હજાર રૂપિયાની સબસિડી મળશે. તો 2 કિલોવોટ સિસ્ટમ માટે 60 હજાર અને 3 હજાર કિલોવોટ ક્ષમતા ધરાવતી સોલાર સિસ્ટમ પર 78 હજારની સબસિડી મળશે.
હવે આ યોજના માટે કઈ રીતે નોંધણી કરાવી શકીએ તેના પર નજર કરીએ તો, સૌપ્રથમ સરકારી વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ પોતાના રાજ્યનો વિકલ્પ પસંદ કરીને વીજ કંપનીની પસંદગી કરવાની આવશે.. જેમા કન્ઝ્યુમર નંબર નાખ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર પણ એડ કરવાનો રહેશે.. જેના આધારે લોગ-ઈન કરીને રૂફટોપ સોલાર માટેનું ફોર્મ ભરવાનું આવશે. એકવાર આવેદન કર્યા બાદ ફિઝિબિલિટી અપ્રુવલ મળે એટલે પોતાના ત્યાં કોઈ પણ રજિસ્ટર્ડ વેન્ડર પાસે પ્લાન્ટ લગાવી શકાશે.. એકવાર ઈન્સ્ટોલેશન થઈ જાય ત્યારબાદ પ્લાન્ટની માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત નેટ મીટર માટે પણ આવેદન કરવાનું આવશે.. જેમા એકવાર કમિશનિંગ રિપોર્ટ મળી જાય એટલે પોર્ટલમાં બેંક એકાઉન્ટની માહિતી આપવાની રહેશે.. જેથી 30 દિવસમાં તમારા ખાતામાં સબસિડીની રકમ આવી જશે.
સરકાર દેશમાં વધુમાં વધુ સોલાર સિસ્ટમના ઉપયોગ પર ભાર મુકી રહી છે. હવે સોલાર સિસ્ટમના માધ્યમે સરકાર 1 કરોડ પરિવારને સીધો લાભ આપશે.. જોકે લોકસભા ચૂંટણી પહેલા સરકારની આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જેનો ફાયદો ચૂંટણી ટાણે પણ મળી શકે.