ટ્રાફિકના નિયમોને પાલન ન કરનાર અને હેલમેટ ન પહેરવાના લીધે દર વર્ષે હજારો લોકોના રોડ અકસ્માતમાં મોત નિપજે છે. એટલા માટે પરિવહન વિભાગ દ્વારા સમયાંતરે લોકોને જાગૃત કરવામાં આવે છે કે તે હંમેશા હેલમેટ પહેરીને ચાલે. ચલણથી બચવા માટે માર્કેટમાં સસ્તા હેલમેટ વેચાઇ રહ્યા છે. પરંતુ નવા વર્ષમાં દ્વિચક્રી વાહન ચાલકોની સુરક્ષા માટે કેંદ્વ સરકારે હેલમેટની ગુણવત્તાને લઇને નવા માપદંડ નક્કી કર્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઘર ખરીદવું અને બનાવવું થશે સસ્તું, સરકાર આપશે મોટી રાહત


પરિવહન મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન
રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર 15 જાન્યુઆરીથી ફક્ત ISI પ્રમાણિત હેલમેટ્સ જ વેચી શકાશે. જો હેલમેટ બનાવનાર કંપની માપદંડોનું પાલન નહી કરે તો તેના વિરૂદ્ધ સખત કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. હેલમેટ વેચનાર કંપનીઓને 2 વર્ષની જેલ અથવા 2 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. સાથે જ હેલમેટનું વેચાણ કરનારા અને તેમના સ્ટોક કરનારાઓને પણ આ માપદંડ લાગૂ થશે. 

વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર


વોરંટ વિના થશે ધરપકડ
નવા નિયમ અનુસાર, હેલમેટ બનાવનાર, સ્ટોર કરનાર અને વેચનારને કોઇપણ જાતના વોરંટ વિના પણ ધરપકડ કરવામાં આવી શકે છે. સરકારના નિર્ણયને ટૂ વ્હીલર હેલમેટ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આવકારવામાં આવી છે.  


શું છે માપદંડ?
15 જાન્યુઆરી બાદ ફક્ત ISI હોલમાર્કવાળા હેલમેટ વેચવામાં આવશે.
આ હેલમેટ બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાડર્ડ (‌BIS) ના IS 4151:2015 માપદંડ પર ખરા ઉતરવા જોઇએ.
હેલમેટનું વજન 1.2 કિલોગ્રામથી વધુ ન હોવું જોઇએ. 
ISI માપદંડ વિના બનાવનાર, વેચનાર અને સ્ટોક કરનાર પર કાનૂની કાર્યવાહી થશે. 
ઇંડસ્ટ્રિયલ હેલમેટ પહેરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે.