PM મોદી કાલથી શરૂ કરાશે મોટી યોજના, બેરોજગારોને ચપટી વગાડતાં મળી જશે નોકરી!
મોદી સરકાર નવા વર્ષમાં નવી ભેટ આપવાની તૈયારી છે. ખાસકરીને બેરોજગારો માટે મોદી સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. હવે 1 જાન્યુઆરી બાદ બેરોજગારોને થોડા દિવસોમાં નોકરી મળી જશે. જોકે 1 જાન્યુઆરીથી સરકાર પોતાની એક મોટી યોજના શરૂ કરવા જઇ રહી છે. આ યોજના હેઠળ સરકાર બેરોજગારોને પોતાની સાથે જોડીને તેમને ટ્રેનિંગ પણ આપશે અને નોકરી પણ આપશે. લોકોને વરૂણ મિત્ર બનાવીને સરકાર તેમને નોકરી અપાશે. ખાસ વાત એ છે કે તેના માટે અરજી કરવા માટે તમારી પાસે કોઇ ફી લેવામાં નહી આવે.
નવા વર્ષમાં મોદી સરકાર તમને આપી શકે છે મોટી ભેટ, ખિસ્સામાં આવશે પૈસા
શું છે વરૂણ મિત્ર
મોદી સરકારનો આ કાર્યક્રમ મિનિસ્ટ્રી ઓફ MNRE અને NISE દ્વારા સંચાલિત છે. તેને વોટર વોટર પમ્પિંગ 'વરૂણ મિત્ર' કાર્યક્રમ કહેવામાં આવે છે. આ ટ્રેનિંગ બાદ તમને સારી નોકરી મળી શકે છે. આ ટ્રેનિંગને તમે કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો અને તેનાથી તમને શું-શું ફાયદા મળી શકે છે, તે જાણવું પણ જરૂરી છે. તમને જણાવી દઇએ કે ટ્રેનિંગ 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી વચ્ચે થશે, જેમાં કુલ 120 કલાકની ક્લાસ લેવામાં આવશે. કાર્યક્રમમાં જોડાવવા માટે તમારે 28 ડિસેમ્બર સુધી એપ્લાઇ કરવાનું રહેશે.
Jio ની 'NEW YEAR' ગિફ્ટ, 399નું રિચાર્જ કરો અને પાછા મેળવો પુરા પૈસા
શું છે સરકારનો હેતુ
સરકાર આ કાર્યક્રમ દ્વારા તે ઘણા પ્રકારે સોલાર સિસ્ટમ વિશે લોકોને ટ્રેન કરી શકે. તેમાં રિન્યૂએબલ એનર્જી, સોલાર રિસોર્સ અસાઇમેંટ તથા સોલાર ફોટોવોલ્ટિક, સાઇટ ફિજિબ્લિટી, વોટર ટેબલ, સોલાર વોટર પમ્પિંગ કંપોનેંટના અલગ-અલગ પ્રકાર, ડીટી કંવર્ટર, બેટરી, મોટર્સ, પમ્પ મોટર, ઇંસ્ટોલેશન ઓફ ગ્રિડ એન્ડ સ્ટેન્ડ અલોન સોલાર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ વગેરે સામેલ છે. આ ઉપરાંત સોલાર પીવી વોટર પમ્પિંગ સિસ્ટમ માટે સેફ્ટી પ્રેક્ટિસ, ઓપરેશન એન્ડ મેંટનેંસ તથા કમીશનિંગની પણ જાણકારી આપવામાં આવશે.
2018માં 'બંપર લોટરી' સાબિત થઇ આ કાર્સ, 2019માં પણ પાથરશે જલવો
કેવી રીતે થશે ટ્રેનિંગ
આ કાર્યક્રમ હેઠળ ટ્રેનિંગના અલગ-અલગ મોડ હશે. તેમાં કલાસ રૂમ લેક્સચર ઉપરાંત પ્રેક્ટિકલ હેંડ્સ-ઓન, ફીલ્ડ વિજય અને ઇંડસ્ટ્રિયલ વિજટ પણ કરાવવામાં આવશે. ટ્રેનિંગ ફ્રીમાં મળશે, પરંતુ જો તમે હોસ્ટેલમાં રહેવા માંગો છો તો 600 રૂપિયા પ્રતિ દિવસ ચૂકવવા પડશે. આ ટ્રેનિંગ લેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, મિકેનિકલ, આઇએન્ડસીમાં ડીપ્લો હોલ્ડર્સ, ગ્રેજુએટ એન્જીનિયર, સોલર એંટરપ્રેન્યોર્સ, પીએસયૂ અધિકારી માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.
DTH અને કેબલ TV ના નિયમોમાં 29 ડિસેમ્બરથી નહી થાય ફેરફાર, દર્શકોને મળી મોટી રાહત
કેવી રીતે કરશો એપ્લાઇ
ટ્રેનિંગ માટે તમારે 28 ડિસેમ્બર સુધી varunmitra.nise@gmail.com અથવા startups.nise@gmail.com પર મેલ કરવો પડશે. ફોર્મ આ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. https://mnre.gov.in/sites/default/files/webform/notices/Revised%20Solar%20Water%20Pumping%20System.pdf