નવી દિલ્હી: સરકાર આગામી એક-બે મહિનામાં નવા મુખ્ય આર્થિક સલાહકાર(સીઇએ)ની નિયુક્તિ કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મૂજબ, નાણાં મંત્રાલય દ્વારા રચિત પસંદગી સમિતિએ જલ્દી યોગ્ય ઉમેદવારોની સૂચિને અંતિમ રૂપ આપવાની આશા છે. સાથે જ એક-બે મહિનામાં આર્થિક સલાહકારની નિયુક્તિ પણ થઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ સુબ્રમણ્યમએ કાર્યકાળ પૂરો કર્યા પહેલા પદ પરથી રાજીનામુ લઇ લીધું છે. ત્યાર બાદ સરકારે 30 જૂને નવા મુખ્ય આર્થિક સલાહકારની નિયુક્તિ માટે આવેદન આમંત્રિત કર્યા હતા. 


નાણા મંત્રાલયે ભારતીય રિઝર્લ બેંકના પૂર્વ ગવર્નર વિમલ જાલાનની અધ્યક્ષચામાં એક પસંદગી સમિતિની રચના કરી હતી. આ સમિતિ આ પદ માટેના ઉમેદવાર અંગેનો નિર્ણય લેશે. આર્થિક મામલાના સલાહકાર સુભાષ સી ગર્ગ અને કર્મચારી વિભાગના સચિવ બીપી શર્મા પણ આ સમિતિના સભ્ય છે. 


ઉલ્લેખનીય છે,કે જૂન મહિનામાં મુખ્ય આર્થિક સલાહકાર(CEA) અરવિંદ સુબ્રમળણ્યમે તેના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. સુબ્રમણ્યમને 16 ઓક્ટોબર 2014 નાણાં મંત્રાલયના મુખ્યા આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેની નિયુક્તિ ત્રણ વર્ષ માટે કરવામાં આવી હતી. જ્યારે 2017માં તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો હતો.  


જેટલીએ કહ્યું કે‘ થોડા દિવસ પહેલા સુબ્રમણ્યમએ વીડિયો કોન્ફરન્સથી મારી સાથે વાત કરી હતી. અને તેમણે કહ્યું કે, તે પરિવારમાં આવી રહેલી મુશ્કેલીઓને કારણે અમેરિકા જવા માંગે છે. અને તેમનું આ વ્યક્તિગત કારણ છે.પણ તેમના માટે ધણું મહત્વનું છે. મારી પાસે તેમની વાતમાં સહમત થયા સિવાય બીજો કોઇ પણ વિકલ્પ નથી. જેટલી એ કહ્યું કે, ગત વર્ષે ઓક્ટોબરમાં સુબ્રમણ્યમનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂરો થયો હતો. ત્યાર બાદ તેમણે થોડા વધુ સમય સુધી સુબ્રમણ્યમને પદ પર રહેવા માટે આગ્રહ કર્યો હતો.