મોદી સરકાર ખેડૂતોને આપે છે 2000 રૂપિયા, આ રીતે અરજી કરશો તો ખાતામાં આવી જશે રકમ
મોદી સરકારે ખેડૂતોને હાલના સંકટથી બચાવવા માટે આર્થિક મદદ આપી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) હેઠળ દેશના ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોને પૈસા આપશે. જાણો કેવી રીતે મેળવી શકશો તમે આ ફાયદો...
નવી દિલ્હી: મોદી સરકારે ખેડૂતોને હાલના સંકટથી બચાવવા માટે આર્થિક મદદ આપી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Scheme) હેઠળ દેશના ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ખેડૂતોને પૈસા આપશે. જાણો કેવી રીતે મેળવી શકશો તમે આ ફાયદો...
PHOTOS: દુનિયાના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં PM મોદી, આયુષ્યમાન ખુરાના સામેલ
14.5 કરોડ ખેડૂતોને મળવાના છે આ પૈસા
પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા છે. છેલ્લા લગભગ દોઢ મહિનામાં જ 8.80 કરોડ લોકોને 2-2 હજાર રૂપિયા મોકલાયા છે. બધા પૈસા DBT દ્વારા મોકલાય છે. અમારી સહયોગી વેબસાઈટ zeebiz.com ના અહેવાલ મુજબ પૈસા દેશના તમામ 14.5 કરોડ ખેડૂત પરિવારોને મળવાના છે. પરંતુ આ યોજના હેઠળ તમામના વેરિફિકેશન થઈ શક્યા નથી. આવામાં જો તમે પણ આ યોજના સાથે જોડાવવા માંગતા હોવ તો આ માટે અરજી કરી શકો છો. જો કે અહીં તમારે કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે.
સરહદે તણાવનો આવશે અંત?, ભારત અને ચીન આ મહત્વના મુદ્દે થયા સહમત
આ રીતે કરી શકો છો અરજી
યોજના હેઠળ તમે ઘરે બેઠા અરજી કરી શકો છો. (Online Registration) અરજીની સ્થિતિ જાણવી હોય કે કોઈ ફેરફાર કરવો હોય તો પણ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા www.pmkisan.gov.in વેબસાઈટ પર જવાનું રહેશે. વેબસાઈટના પહેલા પેજ પર જ જમણી બાજુમાં મોટા અક્ષરે ફાર્મર કોર્નર લખ્યું છે. જો તમે જોવા માંગતા હોવ કે તમારું નામ યાદીમાં છે કે નહીં તો તમારે લાભાર્થી સૂચિ /Beneficiary list પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે રાજ્ય, જિલ્લા, ઉપ-જિલ્લા, બ્લોક અને ગામના નામ લખીને પોતાનું નામ જોઈ શકો છો.
Corona Update: કોરોનાના વધતા પ્રકોપથી સરકાર ચિંતાતૂર, આ રાજ્યોમાં લાગુ થયા નવા પ્રતિબંધ
જો પૈસા ન મળ્યા હોય તો આ નંબર પર કરો સંપર્ક
જો તમે યોજના માટે અરજી કરી હોય અને તેની સ્થિતિ અંગે જાણવા માંગતા હોવ તો Beneficiary status પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર કે પછી મોબાઈલ નંબર નાખીને વર્તમાન સ્થિતિ જાણી શકો છો. તમે તમારી અરજીની સ્થિતિ PM-KISAN ની હેલ્પલાઈન નંબર 011-24300606 પર કોલ કરીને પણ જાણી શકો છો. આ નંબર પર ફોન રકીને તમે એ પણ જાણી શકો છો કે આખરે અરજી કર્યા બાદ પણ તમને પૈસા કેમ નથી મળ્યા.
ચેક કરો તમારું નામ
જો તમે લિસ્ટમાં તમારું નામ ચેક કરવા માંગતા હોવ તો સૌથી પહેલા વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ. અહીં હોમ પેજ પર મેન્યૂબારમાં જુઓ અને ત્યાં ફાર્મર કોર્નર પર જાઓ. ત્યારબાદ ત્યાં લાભાર્થી સૂચિ પર ક્લિક કરો. હવે તમારું રાજ્ય, જિલ્લા, ઉપ જિલ્લા, બ્લોક અને ગામની વિગતો ભરો. આટલું કર્યા બાદ Get Report પર ક્લિક કરીને જાણો સંપૂર્ણ માહિતી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube