Employee Provident Fund: નોકરીયાતો માટે સારા સમાચાર! EPFO લાગૂ કરશે આ નિયમ
EPF Scheme: જો તમે નોકરીયાત હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. વિગતો જાણીને ખુશ થઈ જશો. કેન્દ્ર સરકાર EPFO માં જલદી એક એવો નિયમ લાગૂ કરશે જેનાથી નોકરીયાતોને ફાયદો થશે. વધુ વિગતવાર માહિતી માટે વાંચો અહેવાલ....
EPF Scheme: જો તમે નોકરીયાત છો તો આ સમાચાર તમને ખુશખુશાલ કરી નાખશે. કેન્દ્ર સરકાર તરફથી જલદી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની બચત યોજના (પેન્શન ફંડ)ને વધારવામાં આવનાર છે. નવા નિર્ણય બાદ કર્મચારી અને નિયુક્તા બંનેએ પહેલા કરતા વધુ ફાળો આપવો પડશે. સરકારના આ પગલાંથી કર્મચારીના રિટાયરમેન્ટ ફંડમાં સારો એવો વધારો થશે. આ નિર્મય બાદ પહેલા કરતા વધુ કર્મચારી કર્મચારી ભવિષ્ય નિધિના દાયરામાં આવશે.
છેલ્લે 2014માં થયો હતો ફેરફાર
હાલ EPFOના કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) યોજના માટે વેતન સીમા 15,000 રૂપિયા પ્રતિ મહિનો છે. જેમાં આઠ વર્ષ પહેલા 2014માં ફેરફાર કરાયો હતો. તે સમયે તેને 6500 રૂપિયા મહિને વધારીને 150000 રૂપિયા કરાયો હતો. એવી કંપની કે કારખાનું જ્યાં 20થી વધુ કર્મચારી છે ત્યાં નિયમ મુજબ કર્મચારીનો પીએફ જમા કરાવવાનો હોય છે.
વેતન મર્યાદા વધારવા પર જલદી લેવાશે નિર્ણય
મળતી માહિતી મુજબ એક્સપર્ટ કમિટી તરફથી જલદી વેતન મર્યાદા વધારવા પર નિર્ણય લેવામાં આવશે. એવું કહેવાય છે કે તેને મોંઘવારી હિસાબે ઈન્ડેક્સ કરવામાં આવશે. ઈપીએફઓ હેઠળ કવરેજ માટે સમય સમય પર તેની સમીક્ષા કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે ઈપીએફઓ હેઠળ ન્યૂનતમ સેલરી લિમિટને 15,000 રૂપિયાથી વધારીને 21,000 કરવામાં આવશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube