Revenue Increased: વિશ્વમાં મંદીની બુમરાણ વચ્ચે મોદી સરકારની આવકમાં ધરખમ વધારો, ભારત બનાવી રહ્યું છે નવા રેકોર્ડ
Global recession: તમારી આવક વધે કે ના વધે પણ મોદી સરકારની આવકમાં ધરખમ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ૧૦ જાન્યુઆરી સુધીના જારી કરેલા આંકડા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને રૂ. ૧૫ લાખ કરોડ કરોડ રૂપિયા થઇ ગયું છે. આ વધારામાં પર્સનલ ઇન્કમ ટેક્સનો મુખ્ય ફાળો રહ્યો છે.
Global recession: તમારી આવક વધે કે ના વધે પણ મોદી સરકારની આવકમાં ધરખમ વધારો થયો છે. કેન્દ્ર સરકારે ૧૦ જાન્યુઆરી સુધીના જારી કરેલા આંકડા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને રૂ. ૧૫ લાખ કરોડ કરોડ રૂપિયા થઇ ગયું છે. આ વધારામાં પર્સનલ ઇન્કમ ટેક્સનો મુખ્ય ફાળો રહ્યો છે. સરકારના આ ખુલાસા બાદ મોદી સરકાર વિકાસના ટ્રેક પર દોડી રહી હોવાનું સાબિત થઈ રહ્યું છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૦ જાન્યુઆરી સુધીમાં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૨૪.૫૮ ટકા વધીને ૧૪.૭૧ લાખ આવ્યું છે. રિફન્ડ એડજસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેકસ કલેક્શન રૂ. ૧૨.૩૧ લાખ કરોડ હતું. જે ગયા વર્ષના સમાન ગાળા કરતા ૧૯.૫૫ ટકા વધુ છે. આમ મોદી સરકારની આવકમાં સીધો વધારો નોંધાયો છે.
ગયા વર્ષે સમયગાળમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૪.૭૧ લાખ કરોડ રૂપિયા હતું. જે ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીમાં ૨૪.૫૮ ટકાનો વધારો દર્શાવે છે. કોર્પોરેટ ઇન્કમ ટેક્સ (સીઆઈટી) ક્લેક્શનમાં ૧૯.૭૨ ટકાનો વધારો થયો છે. જ્યારે પર્સનલ ઇન્કમ ટેક્સ (પીઆઇટી)માં ૩૦.૪૬ ટકાનો વધારો થયો છે.
Hyundai ની જબરદસ્ત ઈલેક્ટ્રિક કાર IONIQ5 લોન્ચ, ફીચર્સ જાણીને આંખો પહોળી થઈ જશે
આવકવેરો ભરનારા આનંદો...આવતા મહિને મળશે 3 મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો
આધાર કાર્ડ અસલી છે કે પછી નકલી? આ સરળ સ્ટેપ્સથી કરો ઓળખ, નકલી આધાર કરાવશે નુક્સાન
બજેટમાં નાણાકિય વર્ષ 2022-23માં કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૪.૨૦ લાખ કરોડ રૂપિયા રહેવાનો અંદાજ મુક્યો હતો. રિફંડ એડજેસ્ટ કર્યા પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ૧૨.૩૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી સીઆઇટી કલેક્શનમાં ૧૮.૩૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે. પીઆઇટીમાં ૨૦.૯૭ ટકાનો વધારો થયો છે. એક એપ્રિલ, ૨૦૨૨ થી ૧૦જાન્યુઆરી, ૨૦૧૩ની વચ્ચે ૨.૪૦ લાખ કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું હતું. જે આ વાર્ષિક ધોરણે ૫૮.૭૪ ટકા વધારે છે. આમ મોદી સરકારને દરેક તબક્કે ફાયદો જ ફાયદો મળ્યો છે.
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube