નવી દિલ્હીઃ કોરોના કાળમાં ઘણા લોકોને મોરાટોરિયમની સુવિધાથી રાહત મળી છે, જેને ફરી વધારવામાં આવી શકે છે. હવે આ સુવિધા 2 વર્ષ માટે વધારવામાં આવી શકે છે, જેની જાણકારી ખુદ ભારતના સોલિસિટર જનરલ તુષાર મેહતાએ સુપ્રીમ કોર્ટમાં આવી છે. તેમણે કહ્યું કે, દેવાની ચુકવણી પર મોરાટોરિયમની સુવિધાને 2 વર્ષ માટે વધારવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, અમે વધારા સમસ્યા વાળા સેક્ટરોની ઓળખ કરી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેઓ આ મામલાને લઈને કાલ એટલે કે બુધવારે સુનાવણી કરશે અને પછી પોતાનો ચુકાદો આપશે. સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં વ્યાજ માફ કરવાની માગ કરવામાં આવી છે. આ વ્યાજ તે ઈએમઆઈ પર લાગ્યું છે, જેને કોરોના કાળમાં મોરાટોરિયમ હેઠળ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube