નવી દિલ્હી: કેંદ્વ સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને જણાવ્યું કે કાયદામાં ફેરફાર પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેથી ઘર ખરીદનારાઓને (Home Buyers) ને મદદ મળશે. ટોચના રિયલ એસ્ટેટ (Real Estate)ના વેપારીઓ દ્વારા ઘર ખરીદનારાઓને ફ્લેટની ડિલીવરી ન આપતાં ફ્લેટ મળવાની રાહ જોવી પડે છે. કેંદ્વ સરકારે ઘર ખરીદનારાઓની માંગોનું સમાધાન કરવા માટે ખરડા પર વિચાર કરવાની વાત કહેતાં કોર્ટ પાસે વધુ સમય માંગ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો અને યુવાનોને ઘરડાં બનાવી રહી છે FaceApp, પરંતુ શું આ એપ તમારા માટે સુરક્ષિત છે?


ફેરફારને લાગૂ કરવામાં આવ્યો નથી
સરકારે તે નવા પ્રસ્તાવો અને ફેરફાર વિશે જણાવ્યું જેના સમાધાનની પ્રક્રિયા પર સીધી અસર પડશે અને તેના હિતમાં અનુકૂળ હશે. સરકારે કહ્યું કે ફેરફારને અત્યારે લાગૂ કરવામાં આવ્યા નથી. ન્યાયમૂર્તિ એએમ ખનવિલકર અને દિનેશ મહેશ્વરીની પીઠે કહ્યું કે કોર્ટને અંતિમ સંશોધન અને તેની અસરને જોવાની છે. કોર્ટે આગામી સુનાવણી માટે કેસને એક ઓગસ્ટ સુધી સૂચીબદ્ધ કર્યો છે.

ટૂંક સમયમાં લોન્ચ થશે 108MP કેમેરાવાળો સ્માર્ટફોન, ક્લિક થશે શાનદાર ફોટોઝ


ઘર ખરીદનારાઓ દ્વારા કોર્ટમાં પક્ષ રજૂ કરી રહેલા વકીલે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે જેપી ઇંફ્રાટેક લિમિટેડ (જેઆઇએલ)ની ધિરાણ પ્રક્રિયામાં જતાં તેમની આશાઓને ધક્કો લાગી શકે છે. 


ઘર ખરીદનારાઓના વકીલે યૂનિટેકના ઘર ખરીદનારાઓના કેસનો હવાલો આપતાં જેમાં સરકારે બંધ પ્રોજેક્ટનું અધિગ્રહણ કરવાના સંકેત આપ્યા હતા. જેપી મામલે પણ આ પ્રકારની રાહતની માંગ કરવામાં આવી છે. ટોચની કોર્ટે કેંદ્વ સરકાર પાસેથી ઘર ખરીદનારાઓના હિતોની રક્ષા માટે સમાધાન શોધવાનું જણાવ્યું છે.