હોમ લોન પર 4% વ્યાજ સબસિડી, મોદી સરકાર મધ્યમ વર્ગને આપી રહી છે મોટી ભેટ
PM Awas Yojana-Urban 2.0 Scheme: નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
PM Awas Yojana-Urban 2.0 Scheme: નરેન્દ્ર મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) 2.0 ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે 1 કરોડ ઘરો બાંધવાના છે. થોડા દિવસો બાદ કેન્દ્રીય કેબિનેટે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
2015માં થઈ હતી શરૂઆત
વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરીની શરૂઆત થઈ હતી. આ યોજના હેઠળ 1.18 કરોડ આવાસોને મંજૂરી આપી હતી. સરકારી આંકડા પ્રમાણે તેમાંથી 85.5 લાખથી વધુ આવાસ પૂરા કરી લાભાર્થીઓને સોંપવામાં આવી ચૂક્યા છે. આ સિવાય અન્ય નિર્માણાધીન છે.
વ્યાજ સબસિડી યોજનાનો લાભ
સરકારની આ સ્કીમમાં લાભાર્થીને વ્યાજ સબસિડી યોજનાનો લાભ પણ મળશે. વ્યાજ સબસિડી યોજનાની હેઠળ આર્થિક રૂપથી નબળા વર્ગ (EWS)/નિમ્ન આવક વર્ગ(LIG)/મધ્યમ આવક વર્ગ (MIG)પરિવારમાંથી આવે છે. આ તે લોકો છે જેની પાસે દેશમાં કોઈ જગ્યાએ પાક્કું મકાન નથી.
આ પણ વાંચોઃ ગણતરીના દિવસોમાં વધી જશે કેન્દ્રીય કર્મચારીઓનો પગાર, DA અને DRમાં થશે આટલો વધારો
EWS હેઠળ તે પરિવાર છે જેની 3 લાખ સુધીની વાર્ષિક આવક છે. તો LIG હેઠળ 3થી 6 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારોને રાખવામાં આવ્યા છે. આ રીતે MIG હેઠળ 6 લાખથી 9 લાખ સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો સામેલ છે. આ બધા પરિવારો માટે હોમ લોન પર સબસિડી આપવામાં આવશે.
કેટલી સબસિટી
સરકાર તરફથી જારી સત્તાવાર નિવેદન પ્રમાણે 25 લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થી 12 વર્ષના સમય સુધી પહેલાના 8 લાખ રૂપિયાની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીને પાત્ર હશે. આ હોમ લોન 35 લાખ સુધીની કિંમતવાળા મકાન માટે છે. પાત્ર લાભાર્થીઓને 5 વાર્ષિક હપ્તામાં પુશ બટનના માધ્યમથી 1.80 લાખની સબસિડી જારી કરવામાં આવશે. લાભાર્થી વેબસાઇટ, ઓટીપી કે સ્માર્ટકાર્ડ દ્વારા પોતાના ખાતાની જાણકારી લઈ શકે છે.