Monetary Policy: શું વ્યાજદરમાં થશે ઘટાડો? ગુરૂવારે મોટી જાહેરાત કરી શકે છે રિઝર્વ બેન્ક
RBI MPC Meeting: એક્સપર્ટે કહ્યું કે મોંઘવારીનું દબાણ રહેવા વચ્ચે આરબીઆઈ વ્યાજદર પર પોતાના વલણને બદલતા પહેલા અમેરિકી નાણાકીય નીતિ પર નજર રાખશે અને નાણાકીય નીતિ સમિતિ પણ દરમાં ઘટાડો કરવાથી દૂર રહી શકે છે.
RBI MPC Meeting: ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ગુરૂવાર (8 ઓગસ્ટ) એ મુખ્ય નીતિ દર રેપો રેટને એકવાર ફરી 6.5 ટકા પર યથાવત રાખી શકે છે. એક્સપર્ટે તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્રીય બેન્ક રેટમાં ઘટાડો કરતા પહેલા વધુ વ્યાપક આર્થિક આંકડાની રાહ જુએ છે. અમેરિકી ફેડરલ રિઝર્વ (US Federal Reserve)એ તાજેતરમાં પોતાના વ્યાજદરને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો છે અને સંકેત આપ્યો કે આવનારા મહિનામાં નાણાકીય નીતિમાં ઢીલ આપી શકાય છે.
8 ઓગસ્ટે આવશે નિર્ણય
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે મોંઘવારીનું દબાણ યથાવત્ હોવાથી, વ્યાજ દર અંગેના વલણમાં ફેરફાર કરતા પહેલા આરબીઆઈ યુએસ મોનેટરી પોલિસી પર ચાંપતી નજર રાખશે, કારણ કે વ્યાજ દરમાં ઘટાડો કરવાથી પણ બચી શકે છે. કારણ કે વ્યાજદર 6.5 ટકા (Repo Rate)સુધી વધી ગયો હોય, પરંતુ ઇકોનોમિક ગ્રોથ સારો છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતાવાળી એમપીસીની બેઠક 6-8 ઓગસ્ટ વચ્ચે યોજાવાની છે. દાસ 8 ઓગસ્ટે સમિતિના નિર્ણયની જાહેરાત કરશે.
વ્યાજદરમાં ઘટાડાની સંભાવના નહીં
બેન્ક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે કહ્યું- અમને આશા છે કે આગામી નીતિગત સમીક્ષામાં આરબીઆઈ યથાસ્થિતિ બનાવી રાખશે. ફુગાવો પણ 5.1 ટકાના ઉચ્ચસ્તર પર છે અને આવનારા મહિનામાં તેમાં સંખ્યાત્મક રૂપે ઘટાડો થશે, પરંતુ આધાર પ્રભાવને કારણે તે વધુ બનેલો રહેશે.
આ પણ વાંચોઃ 1 પર 1 શેર ફ્રી આપશે આ કંપની, ખરીદવા માટે મચી લૂટ, 15 રૂપિયા છે ભાવ
ઇક્રાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-2024માં હાઈ ગ્રોથ, ચાલૂ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 4.9 ટકાના ફુગાવાની સાથે સાથે મળી યથાસ્થિતિ બનાવી રાખવાના પક્ષમાં વલણ બનાવી રહી છે. તેમણે કહ્યું કે ઓગસ્ટ 2024ની બેઠકમાં વ્યાજદરમાં ઘટાડાની કોઈ શક્યતા નથી.
ઓક્ટોબરમાં ફેરફાર સંભવ
તેમણે કહ્યું કે સારા ચોમાસા અને વૈશ્વિક કે ઘરેલુ ઝટકોની ગેરહાજરીમાં ખાદ્ય મોંઘવારી અનુકૂળ થઈ જાય તો ઓક્ટોબર 2024માં વલણમાં ફેરફાર સંભવ છે. મહત્વનું છે કે ત્યારબાદ ડિસેમ્બર 2024 અને ફેબ્રુઆરી 2025માં વ્યાજદરમાં 0.25-0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે.
સિગ્નેચર ગ્લોબલ (ઈન્ડિયા) ના સંસ્થાપક અને ચેરમેન પ્રદીપ અગ્રવાલે પણ કહ્યું કે કેન્દ્રીય બેન્ક પાસેથી વ્યાજદર યથાવત રાખવાની આશા છે, કારણ કે રિટેલ ફુગાવો સતત પડકાર રજૂ કરી રહ્યો છે.