નવી દિલ્હીઃ શેર બજારમાં એવા ઘણા મલ્ટીબેગર શેર છે, જેણે ઈન્વેસ્ટરોનું ભાગ્ય ચમકાવી દીધુ છે. કેટલાક સ્ટોકે લોન્ગ ટર્મ તો કેટલાકે શોર્ટ ટર્મમાં શાનદાર રિટર્ન આપ્યું છે. આવો એક શેર એસજી માર્ટનો છે. છેલ્લા સાત વર્ષથી આ સ્ટોક પોતાના ઈન્વેસ્ટરોને ધનાધન રિટર્ન આપી રહ્યો છે. આજથી સાત વર્ષ પહેલા જે ઈન્વેસ્ટરોએ 35 હજાર રૂપિયા લગાવ્યા હતા તે આજે કરોડપતિ બની ગયા છે. 28 રૂપિયાથી 8 હજાર રૂપિયા સુધી પહોંચવામાં આ સ્ટોકે માત્ર 7 વર્ષ લગાવ્યા છે. છેલ્લા છ મહિનામાં એસજી માર્ટનો શેર આશરે 805 ટકાનું રિટર્ન આપી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિવિલ કંસ્ટ્રક્શનના ક્ષેત્રમાં કારોબાર કરનારી એસજી માર્ટ લિમિટેડના શેર પાછલા કારોબારી સત્ર એટલે કે શુક્રવાર 3 નવેમ્બરે 8436.05 રૂપિયા (SG Mart Share Price)ના સ્તર પર બંધ થયો હતો. શુક્રવારે ઈન્ટ્રાડેમાં આ મલ્ટીબેગર સ્ટોકે પોતાનો નવો 52 વીક હાઈ 8780.35 રૂપિયા બનાવ્યો હતો. એસજી માર્ટનો સ્ટોક ઓક્ટોબર, 2016માં બીએસઈ પર લિસ્ટ થયો હતો. 


સાત વર્ષમાં 29,293.90% ની તેજી
એસજી માર્ટના શેરનો ભાવ આજથી સાત વર્ષ એટલે કે ઓક્ટોબર 2016માં 28.70 રૂપિયામાં મળી રહ્યો હતો. આજે આ શેરની કિંમત વધીને 8436.05 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે સાત વર્ષમાં શેરમાં 29,293.90% ની તેજી આવી છે. છેલ્લા એક મહિનામાં એસજી માર્ટના શેરમાં 35 ટકાનો વધારો થયો છે. છેલ્લા છ મહિનામાં આ મલ્ટીબેગર સ્ટોકે 804 ટકાનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે. વર્ષ 2023માં એસજી માર્ટ શેર 1955 ટકાનું રિટર્ન આપી ચુક્યો છે. એક વર્ષમાં આ સ્ટોક 1433 ટકા વધ્યો છે. પાંચ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે 7877 ટકાનું રિટર્ન ઈન્વેસ્ટરોને આપ્યું છે. 


આ પણ વાંચોઃ ગુજરાતની આ ફાર્મા કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત તમામ વિગત


35 હજારનું રોકાણ કરનાર બન્યા કરોડપતિ
જો કોઈ ઈન્વેસ્ટરે 6 ઓક્ટોબર 2016ના આ શેરમાં 35 હજાર રૂપિયા લગાવ્યા હતા અને પોતાનું ઈન્વેસ્ટમેન્ટ બનાવી રાખ્યું હોત તો આજે તેની વેલ્યૂ 10,287,804 રૂપિયા થઈ ગઈ હોત. આ રીતે તે ઈન્વેસ્ટર કરોડપતિ બની ગયા હોત. આ રીતે સ્ટોકમાં છ મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી રોકાણ બનાવી રાખ્યું હોત તો આજે તેને 904,616 રૂપિયા મળ્યા હોત. એટલે કે છ મહિનામાં પૈસા નવ ગણા વધારી દીધા છે. 


(ડિસ્ક્લેમરઃ આ લેખમાં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારના રોકાણમાં જોખમો અધીન હોય છે, એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube