ગુજરાતની આ ફાર્મા કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત તમામ વિગત
નોંધનીય છે કે નિખિલકુમાર ઠક્કર, અમિતભાઈ ઠક્કર, ભાગ્યેશ પારેખ અને ભરતકુમાર ઠક્કર કંપનીના પ્રમોટર છે. આ આઈપીઓ બાદ પ્રમોટરની ભાગીદારી 69.91 ટકા હશે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની સનરેસ્ટ લાઇફસાયન્સ લિમિટેડનો આઈપીઓ લોન્ચ થવાનો છે. આ કંપની પોતાના એસએમઈ પબ્લિક ઈશ્યૂથી 10.85 કરોડ ભેગા કરવાની યોજના બનાવી રહી છે. આ આઈપીઓ 7 નવેમ્બરે ઓપન થઈને 9 નવેમ્બરે બંધ થઈ જશે. નોંધનીય છે કે કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એસએમઈ ઇમર્જ પ્લેટફોર્મ પર પોતાનો જાહેર ઈશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ આઈપીઓ માટે માર્ક કોર્પોરેટ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે.
શું છે લોટ સાઇઝ
નોંધનીય છે કે અરજી માટે ઓછામાં ઓછો લોટ સાઇઝ 1600 શેર છે. એક લોટ માટે બેન્ક એકાઉન્ટમાં 1.34 લાખ શેર રાખવા પડશે. આઈપીઓમાં 10 રૂપિયાની ફેશ વેલ્યૂના 12.91 લાખ ઈક્વિટી શેર સામેલ છે, જેની કિંમત 84 રૂપિયા પ્રતિ શેર છે. આ કુલ મળીને 10.85 કરોડ રૂપિયા છે. આઈપીઓ માટે રિટેલ ઈન્વેશ્ટરો માટે 50 ટકા હિસ્સો રિઝર્વ રાખવામાં આવ્યો છે. નોંધનીય છે કે નિખિલકુમાર ઠક્કર, અમિતભાઈ ઠક્કર, ભાગ્યેશ પારેખ અને ભરતકુમાર ઠક્કર કંપનીના પ્રમોટર છે. ઈશ્યૂ બાદ પ્રમોટરની ભાગીદારી 69.91 ટકા હશે.
નફામાં છે કંપની
અમે તમને જણાવી દઈએ કે ઈશ્યુ દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે કરવામાં આવશે. FY22-23 માટે કંપનીએ રૂ. 24.67 કરોડની આવક અને રૂ. 2.04 કરોડનો નફો નોંધાવ્યો હતો.
2017 માં સ્થપાયેલી, કંપની આરોગ્ય સંભાળ અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાં બિઝનેસ કરે છે. કંપનીની પ્રોડક્ટ રેન્જમાં કેપ્સ્યુલ્સ, ટેબ્લેટ્સ, સિરપ, મલમ, જેલ, માઉથવોશ, સોલ્યુશન્સ, સસ્પેન્શન, ડ્રાય પાવડર અને ટૂથપેસ્ટનો સમાવેશ થાય છે.
સનરેસ્ટ લાઇફસાયન્સના ઉત્પાદન પોર્ટફોલિયોમાં એન્ટી-બેક્ટીરિયલ, એન્ટીડાયરિયલ, એન્ટીફંગલ, એન્ટી મેલેરિયા, એન્ટી ડાયબિટિક, ડેન્ટલ ક્યોર, એન્ટી પ્રોટોઝોલ, એન્ટી હિસ્ટામાઇન, એન્ટી-હાઈપરટેન્સિવ ડ્રગ્સ, કોસ્મેટિક, એન્ટી પેરાસિટિક, મલ્ટીવિટામિન, મલ્ટીમિનરલ, ન્યૂટ્રાસ્યુટિકલ જેવી દવા સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે