Multibagger Stock: છેલ્લા કેટલાક મહિનામાં જે સ્ટોકે દલાલ સ્ટ્રીટમાં ધમાલ મચાવી છે, તેમાં સુઝલોન એનર્જી (Suzlon Energy)નો શેર પણ સામેલ છે. આ મલ્ટીબેગર સ્ટોક ઈન્વેસ્ટરો માટે નોટો છાપવાનું મશીન બની ગયો છે. છેલ્લા છ મહિનામાં તેણે રોકાણકારોના પૈસા ત્રણ ગણા વધારી દીધા છે. પાછલા કારોબારી સત્ર એટલે કે શુક્રવારે સુઝલોન એનર્જીનો સ્ટોકો ઈન્ટ્રાડેમાં પોતાના નવા 52 વીક હાઈ 29.80 રૂપિયા પર પહોંચી ગયો હતો. સુઝલોનનો શેર 29.25 રૂપિયા પર બંધ થયો હતો. બજાર જાણકારો પ્રમાણે આ શેરમાં હજુ તેજી આવવાની આશા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુઝલોન એનર્જી, વિન્ડ એનર્જી સેક્ટરની એક દિગ્ગજ કંપની છે. તેને તુલસી તાંતી (Tulsi Tanti)એ શરૂ કરી હતી. તેમનું વર્ષ 2022માં નિધન થઈ ગયું હતું. તાંતીને વિન્ડ મેન ઓફ ઈન્ડિયા (Wind Man of India)નામથી પણ ઓળખવામાં આવતા હતા. પાછલા એક સપ્તાહમાં શેરમાં 13 ટકાનો વધારો થઈ ચુક્યો છે. 


વર્ષમાં 6.60 રૂપિયાથી પહોંચ્યો 29.80 રૂપિયા પર
13 ઓક્ટોબર 2022ના સુઝલોન એનર્જીનો શેર 52 સપ્તાહના લો લેવલ એટલે કે 6.60 રૂપિયા પર હતો. ત્યારબાદ સ્ટોકે ટોપ ગેર લગાવ્યો અને અત્યાર સુધી 341 ટકા કરતા વધારે ઉછળી ચુક્યો છે. હવે આ સ્ટોકે પોતાના 8 વર્ષના હાઈને પણ ક્રોસ કરી લીધો છે. 


આ પણ વાંચોઃ ટાટા ગ્રુપ, OYO સહિત આ 28 કંપનીઓના આવી રહ્યાં છે IPO! રોકાણ માટે પૈસા રાખો તૈયાર


6 મહિનામાં ત્રણ ગણા થયા પૈસા
સુઝલોન એનર્જીના શેરમાં છેલ્લા છ મહિનામાં 263 ટકાની તેજી આવી છે. છ મહિના પહેલા શેર 8.05 રૂપિયા પર કારોબાર કરી રહ્યો હતો. હવે તે 29.80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તેનો મતલબ છે કે છ મહિનાના ગાળામાં સુઝલોન એનર્જીના શેરના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 21.62 ટકાની તેજી આવી છે. વર્ષ 2023માં અત્યાર સુધી આ મલ્ટીબેગર સ્ટોકમાં 173 ટકાનો વધારો થયો છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube