Multibagger Stocks: આ સ્ટોકે આપ્યું છપ્પરફાડ રિટર્ન, 3 વર્ષમાં 1 લાખના બની ગયા 2.6 કરોડ
Multibagger Stock: ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજીના સ્ટોકે રોકાણકારોને માલામાલ કરી દીધા છે. આ સ્ટોકે છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 26,059 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હીઃ શેર બજાર (Share Market)માં તમને અનેક એવા મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stocks) મળી જશે, જેણે રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. તેમાંથી ઘણા એવા સ્ટોક છે જેના પર રોકાણ કરનાર ઈન્વેસ્ટરો કરોડપતિ બની ગયા છે. આવા એક શેરનું નામ ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજી (Integrated Technologies)છે. આ સ્ટોકે 3 વર્ષમાં ધમાકેદાર રિટર્ન આપ્યું છે.
જો આ સ્ટોકના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. ઈન્ટીગ્રેટેડ ટેક્નોલોજીના સ્ટોકે માત્ર ત્રણ વર્ષમાં રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. 73.90 કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી આ કંપનીએ ત્રણ વર્ષમાં પોતાના ઈન્વેસ્ટરોને 26 હજાર ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે.
26,059 ટકા વધી રોકાણકારોની સંપત્તિ
કંપનીના શેર 21 જૂન 2023ના બીએસઈ પર 154.55 રૂપિયાના ભાવ પર મળી રહ્યાં હતા. આશરે ત્રણ વર્ષ પહેલા 5 જૂન, 2020ના બીએસઈ પર આ શેરની કિંમત માત્ર 0.59 રૂપિયા હતી. આ રીતે છેલ્લા ત્રણ વર્ષમાં આ શેરની કિંમત આશરે 26,059 ટકા વધી છે. જો ત્રણ વર્ષ પહેલા કોઈ રોકાણકારે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેની કિંમત 2.6 કરોડ રૂપિયા થઈ ગઈ હોત .
આ પણ વાંચોઃ મોંઘવારી ભથ્થાની સાથે હાઉસ રેન્ટ એલાઉન્ટ (HRA)માં પણ મોટો વધારો થશે, કન્ફર્મ થઈ ડેટ!
માત્ર 40 હજાર રૂપિયા લગાવી લોકો બની ગયા કરોડપતિ
જો કોઈ રોકાણકારોએ આજથી ત્રણ વર્ષ પહેલા આ કંપનીમાં માત્ર 40 હજાર રૂપિયા લગાવ્યા હોત અને આજ સુધી રોકાણ બનાવી રાખ્યું હોત તો આજે તેની કિંમત કરોડો રૂપિયા પહોંચી ગઈ હોત.
(ડિસ્ક્લેમરઃ આ લેખમાં માત્ર સ્ટોકના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ ખરીદીની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. તમે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube