Multibagger Stock : દાવત અને રોયલ નામથી બાસમતી ચોખા વેચતી એફએમસીજી કંપની એલટી ફૂડ્સના શેરમાં પૈસા લગાવનારે નફાનો સ્વાદ રાખ્યો છે. લોન્ગ ટર્મ ઈન્વેસ્ટરોને આ મલ્ટીબેગર સ્ટોકે જોરદાર રિટર્ન આપ્યું છે. વર્ષ 2013માં એલટી ફૂડ્સ શેરનો ભાવ આશરે 7 રૂપિયા હતો, જે હવે વધીને 163 રૂપિયા પહોંચી ચુક્યો છે. આજે એટલે કે સોમવારે આ કંપનીના શેરમાં તેજી આવી હતી. સોમવારે કારોબાર દરમિયાન આ સ્ટોકમાં 5.50 રૂપિયાનો વધારો થયો હતો. કંપનીનો શેર 163.50 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રવારે કારોબારી સત્ર દરમિયાન આ કંપનીના શેરમાં 2.61 ટકાનો ઘટાડો આવ્યો હતો અને તે 158.30 રૂપિયા પર બંધ થયો હતો. આ સ્ટોકનો 52 વીક હાઈ 194.10 રૂપિયા છે અને 52 વીક લો 90 રૂપિયા છે. સ્ટોક એક્સચેન્જની પાસે ઉપલબ્ધ લેટેસ્ટ શેરહોલ્ડિંગ પેટર્ન અનુસાર પ્રમોટર્સની પાસે કંપનીમાં 51 ચકા ભાગીદારી છે. 49 ટકા ભાગીદારી પબ્લિક શેરહોલ્ડર્સની પાસે છે. પબ્લિક શેરહોલ્ડર્સમાં મ્યૂચુઅલ ફંડની પાસે 2.84 ટકા ભાગીદારી છે અને વિદેશી ઈન્વેસ્ટરો પાસે 5.93 ટકા ભાગીદારી છે. રિટેલ ઈન્વેસ્ટરો પાસે કંપનીમાં 16.13 ટકાની મોટી ભાગીદારી છે. 


10 વર્ષમાં 2300 ટકાનો નફો
એલટી ફૂડ્સ મલ્ટીબેગર સ્ટોક છે. આ સ્ટોકે છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને 2300 ટકાનું રિટર્ન આપ્યું છે. 20 સપ્ટેમ્બર 2013ના એલડી ફૂડ્સના શેરનો ભા 6.79 રૂપિયા પ્રતિ શેર હતો, જે વધીને 163 રૂપિયા પહોંચી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોકમાં 260 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 51 ટકા વધારો થયો છે. તો વર્ષ 2023માં કંપનીએ અત્યાર સુધી ઈન્વેસ્ટરોને 41.40 ટકા રિટર્ન આપ્યું છે. 


આ પણ વાંચો- ઓપન થતાં આ IPO પર તૂટી પડ્યો ઈન્વેસ્ટર, પ્રાઇઝ બેન્ડ 56 રૂપિયા, જાણો GMP


કંપનીને આશા, કારોબારમાં આવશે તેજી
એક રિપોર્ટ અનુસાર એલટી ફૂડ્સ લિમિટેડને આશા છે કે કન્વીનિયન્સ એન્ડ હેલ્થ ફૂડ પ્રોડક્ટ સેગમેન્ટમાં કંપનીના ગ્રોથમાં મજબૂતી આવશે. કંપનીના એમડી અને સીઈઓ અશ્વિની કુમારે મનીકંટ્રોલને કહ્યુ કે કંપનીનું આગામી લક્ષ્ય આગામી પાંચ વર્ષમાં આ સેગમેન્ટથી 8થી 10 ટકા આવક મેળવવાનું છે. ચાલુ નાણાકીય વર્ષના ક્વાર્ટરમાં ભારતમાં કંપનીના કારોબારની ભાગીદારી વધી 29.8 ટકા થઈ ગઈ છે. પ્રથમ ત્રિમાસિક ગાળામાં LT Foodsની આવક વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 1789 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉની સરખામણીમાં PAT 44 ટકા વધીને રૂ. 137 કરોડ થયો છે.


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે એટલે ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા તમારા એડવાઇઝરની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube