ઓપન થતાં આ IPO પર તૂટી પડ્યો ઈન્વેસ્ટર, પ્રાઇઝ બેન્ડ 56 રૂપિયા, લિસ્ટિંગ પર થઈ શકે છે સારી કમાણી

Inspire Films IPO: ટેલીવિઝન કન્ટેન્ટ કંપની ઈન્સ્પાયર ફિલ્મ્સ લિમિટેડનો આઈપીઓ 25 સપ્ટેમ્બર એટલે કે આજે ઓપન થઈ ગયો છે. ઈન્વેસ્ટર આ આઈપીઓમાં 27 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકશે. 

ઓપન થતાં આ IPO પર તૂટી પડ્યો ઈન્વેસ્ટર, પ્રાઇઝ બેન્ડ 56 રૂપિયા, લિસ્ટિંગ પર થઈ શકે છે સારી કમાણી

Inspire Films IPO: ટેલીવિઝન કન્ટેન્ટ કંપની ઇન્સ્પાયર ફિલ્મ્સ લિમિટેડનો આઈપીઓ આજે 25 સપ્ટેમ્બરે સબ્સક્રિપ્શન માટે ઓપન થઈ ગયો છે. ઈન્વેસ્ટરો તેમાં 27 સપ્ટેમ્બર સુધી રોકાણ કરી શકશે. ઈન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓ એક એસએમઈ આઈપીઓ અને એક બુક-બિલ્ટ ઈશ્યૂ છે. ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 56થી 59 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

જાણો વિગત
આઈપીઓની લોટ સાઇઝ 2000 શેરની છે અને રિટેલ ઈન્વેસ્ટરે એક લોટ માટે 118,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. નોંધનીય છે કે ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓ સંપૂર્ણ રીતે 35.98 લાખ ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યૂ છે. કંપનીની યોજના ઈશ્યૂથી 21.23 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. કંપની 3 ઓક્ટોબરે આઈપીઓ એલોટમેન્ટને ફાઈનલ રૂપ આપી શકે છે અને 4 ઓક્ટોબરે રિફંડ શરૂ કરી શકે છે. જ્યારે 5 ઓક્ટોબરે પાત્ર ઈન્વેસ્ટરોના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જશે. ઈન્સ્પાયર ફિલ્મ્સના શેર 6 ઓક્ટોબરે અસ્થાયી લિસ્ટિંગની સાથે એનએસઈ એસએમઈમાં લિસ્ટ કરવાનો પ્રસ્તાવ છે. ઈન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓમાં કુલ 18.97 ટકા શેર ક્વોલિફાય ઈન્સ્ટીટ્યુશનલ બાયર્સ, 33.31 ટકા રિટેલ ઈન્વેસ્ટર અને 14.29 ટકા એનઆઈઆઈ માટે રિઝર્વ છે. 

જબરદસ્ત રહ્યું સબ્સક્રિપ્શન
ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓને લઈને ઈન્વેસ્ટરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે પ્રથમ દિવસે સંપૂર્ણ રીતે સબ્સક્રાઇબ કરી લેવામાં આવ્યો છે. ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓ પ્રથમ દિવસે અત્યાર સુધી 1.87 ગણો સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે, કારણ કે બપોરે  12.25 કલાક સુધી ઓફર પર 23.94 લાખ શેરોના મુકાબલે 44.80 લાખ ઈક્વિટી શેર માટે બોલીઓ પ્રાપ્ત થઈ. આઈપીઓને અત્યાર સુધીમાં રિટેલ કેટેગરીમાં 3.50 ગણો અને એનઆઈઆઈ કેટેગરીમાં 57 ટકા સબ્સક્રાઇબ કરવામાં આવ્યો છે. 

શું ચાલી રહ્યો છે GMP?
ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે 30 રૂપિયા પ્રતિ શેર છે. તેનાથી ખ્યાલ આવે છે કે ઇન્સ્પાયર ફિલ્મ્સના શેર ગ્રે માર્કેટમાં પોતાના ઈશ્યૂ પ્રાઇઝથી 30 રૂપિયા વધુ પર કારોબાર કરી રહ્યાં છે. એટલે કે તેનું અંદાજિત લિસ્ટિંગ 89 રૂપિયા પ્રતિ શેર (59 + 30) થઈ શકે છે. તેનો મતલબ છે કે ઈન્વેસ્ટરોને લિસ્ટિંગ પર લગભગ 51 ટકા નફો થઈ શકે છે. 

કંપની વિશે
ઇન્સ્પાયર ફિલ્મ્સ લિમિટેડ ટેલીવિઝન અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણ, પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યૂટર્સ અને પ્રદર્શનીના કારોબારમાં છે. ઇન્સ્પાયર ફિલ્મ્સ આઈપીઓનો બુક રનિંગ લીડ મેનેજર નારનોલિયા ફાઈનાન્શિયલ સર્વિસ લિમિટેડ છે, જ્યારે આઈપીઓ રજીસ્ટ્રાર માશિલતા સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news