નવી દિલ્હી: 2022ના સામાન્ય બજેટ (Budget 2022) ને રજુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2022-23નું બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજુ કરવાના છે. નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ છે. આ વખતે બજેટમાં તેમની પાસેથી લોકોને ખુબ આશાઓ છે. કયા સેક્ટરને શું મળશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તમામ લોકો બજેટને લઈને ખુબ ઉત્સાહિત છે. આવો આપણે જાણીએ કે અત્યાર સુધી કોણે સૌથી વધુ વખત બજેટ રજુ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરારજી દેસાઈએ 10 વાર રજુ કર્યું બજેટ
IANSના જણાવ્યાં મુજબ ભારતીય બજેટ જ્યારે પણ રજુ કરવામાં આવે છે ત્યારે એક નામ જરૂર સંભળાય છે અને તે છે મોરારજી દેસાઈ ( Morarji Desai) . કેટલાક લોકોને આ અંગેની જાણકારી છે પરંતુ કેટલાક લોકો તેમને ફક્ત ભારતના પૂર્વ વડાપ્રધાન તરીકે જ ઓળખે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મોરારજી દેસાઈએ સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ભારતના ચોથા વડાપ્રધાન બનતા પહેલા નાણામંત્રી તરીકે તેમણે 10 વાર બજેટ રજુ કર્યું હતું. તેમના પછી સૌથી વધુ વખત બજેટ રજુ કરવાનો શ્રેય પી.ચિદમ્બરમને જાય છે. તેમણે આઠવાર સંસદમાં બજેટ રજુ  કર્યું છે. 

Budget 2022 : મોદી રાજમાં તૂટી બજેટ સાથે જોડાયેલી આ 5 પરંપરા, કેટલીક તો અંગ્રેજોના જમાનાથી ચાલતી હતી


8 વાર પૂર્ણ બજેટ રજુ  કર્યું
મોરારજી દેસાઈ પહેલીવાર 13 માર્ચ 1958થી 29 ઓગસ્ટ 1963 સુધી દેશના નાણામંત્રી રહ્યા હતાં. ત્યારબાદ માર્ચ 1967થી જુલાઈ 1969 સુધી તેમણે નાણામંત્રીની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના 10 બજેટ સંસદમાં રજુ કર્યાં. જેમાંથી આઠ પૂર્ણ બજેટ હતા જ્યારે બે વચગાળાના બજેટ હતાં. 

Budget 2022 :1950 માં કેટલો હતો ઇનકમ ટેક્સ? હવે વધીને અહીં પહોંચ્યો; એકદમ રોચક છે જાણકારી


જન્મદિવસે પણ રજુ કર્યું બજેટ
વર્ષ 1964 અને 1968માં એવા પણ અવસર આવ્યાં કે મોરારજી દેસાઈએ પોતાના જન્મદિવસે સંસદમાં સામાન્ય બજેટ રજુ કર્યું હતું. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896ના રોજ વલસાડના એક ગામમાં થયો હતો. દેશમાં પહેલીવાર 1977માં બનેલી બિનકોંગ્રેસી સરકારમાં મોરારજી દેસાઈ વડાપ્રધાન બન્યા હતાં. તેઓ 24 માર્ચ 1977થી 28  જુલાઈ 1979 સુધી દેશના વડાપ્રધાન બન્યા હતાં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube