નવી દિલ્હી: આજે 5 નવેમ્બર છે, લોન મોરેટોરિયમ (Moratorium)  મામલે બેન્કોએ વ્યાજ પર વ્યાજના પૈસા ખાતાધારકોને એકાઉન્ટમાં પાછા કરવાના છે. સરકારના આદેશ બાદ રિઝર્વ બેંન્કે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે 5 નવેમ્બર સુધીમાં ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound interest) અને સાધારણ વ્યાજ (Simple interest) ના અંતરની જે પણ રકમ હોય તે ખાતાધારકોને પાછી આપી દે. સરકાર બાદમાં આ રકમની બેન્કોને ચૂકવણી કરશે. અત્રે જણાવવાનું કે આજે લોન મોરેટોરિયમને લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રાજ્ય દુલ્હનોને વિના મૂલ્યે આપે છે 10 ગ્રામ સોનું, જાણો વિગતવાર માહિતી 


બેન્કોએ આપવું શરૂ કરી દીધુ 'કેશબેક'
પીટીઆઈમાં છપાયેલી ખબર મુજબ બેન્કોએ મોરેટોરિયમ સમય દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજની રકમ ગ્રાહકોને પાછી આપવાની શરૂ કરી દીધી છે. એટલે કે ગ્રાહકોના ખાતામાં પૈસા મોકલવાના શરૂ કરી દીધા છે. સરકારી બેન્કો તરફથી ex-gratia Aamount નો મેસેજ પણ ગ્રાહકોને મળ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે "Dear customer credited COVID-19 Relief ex-gratia of ... On November 3 to your account,"


RBI એ આપ્યા છે બેન્કોને આદેશ
ગત અઠવાડિયે જ રિઝર્વે બેન્કે તમામ નાણાકીય સંસ્થાઓ, જેમાં નોન બેન્કિંગ ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન્સ (NBFC) પણ સામેલ છે, આદેશ આપ્યો હતો કે 6 મહિનાના લોન મોરેટોરિયમ સમયગાળા દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની લોન પર વસૂલવામાં આવેલા વ્યાજ પર વ્યાજની રકમને 5 નવેમ્બર સુધીમાં ગ્રાહકોને પાછી આપી દેવી. 


Bank ના કામકાજ ફટાફટ પતાવી લેજો...આ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની બેન્ક


સરકાર ચૂકવશે વ્યાજ પર વ્યાજની રકમ
સરકારે માર્ચથી લઈને ઓગસ્ટ 2020 સુધીના સમયગાળા દરમિયાન લોન લેનારા ગ્રાહકોને લોન મોરેટોરિયમની સુવિધા આપી હતી. હવે મોરેટોરિયમ સુવિધા લેનારાઓને 15 નવેમ્બર 2020 સુધી વ્યાજ પર વ્યાજ ચુકવવું નહીં પડે. કેન્દ્ર સરકાર બાકી લોનના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના તફાવતના પૈસા પોતે ચૂકવશે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે 2 કરોડ રૂપિયા સુધીના  MSME, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યૂમર, ઓટો લોન સહિત 8 સેક્ટર પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે આ ઉપરાંત ક્રેડિટ કાર્ડ ઉપર પણ આ વ્યાજ નહીં વસૂલાય. 


પરંતુ હજુ બધાના મનમાં એ સવાલ છે કે તેમને કેટલા પૈસા પાછા મળશે. તો સરળ શબ્દોમાં કહીએ તો 6 મહિના (માર્ચ-ઓગસ્ટ) દરમિયાન ચૂકવવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) અને સામાન્ય વ્યાજ (Simple Interest) નું જે પણ અંતર હશે તે તમને પાછું મળશે. જેને સરળ ભાષામાં કેશબેક જ સમજો. 


ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા થોડો જટિલ છે. આથી અમે તમને ફક્ત સરળ કેલ્ક્યુલેશનથી જણાવીએ છીએ કે કેટલું વ્યાજ તમને પાછું મળશે. આવો તેને ઉદાહરણથી સમજીએ.


મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!


કેટલા પૈસા પાછા મળશે


ઉદાહરણ નંબર 1


માની લો કે તમે 50 લાખ રૂપિયાની લોન લીધી છે. જેના પર 7 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો


કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન


લોન અમાઉન્ટ-   50 લાખ
વ્યાજ-                7%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,77,572      


સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન 


લોન અમાઉન્ટ-   50 લાખ
વ્યાજ-                7%
સમય મર્યાદા-      6 મહિના
સિમ્પલ વ્યાજ-    1,75,000


કેટલું કેશબેક પાછું મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                                         1,77,572- 1,75,000
                                           = 2572 રૂપિયા 


એટલે કે નવેમ્બર મહિનામાં ખાતામાં 2572 રૂપિયા પાછા આવશે. 


ઉદાહરણ નંબર 2


કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન


લોન અમાઉન્ટ-   30 લાખ
વ્યાજ-                7.5%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,14,272


સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન


લોન અમાઉન્ટ-   30 લાખ
વ્યાજ-                7.5%
સમય મર્યાદા-      6 મહિના
સિમ્પલ વ્યાજ-     1,12,500


કેટલું વ્યાજ મળશે-   કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                                 1,14,272 -  112500
                                   = 1772 રૂપિયા 


ઉદાહરણ નંબર 3


માની લોક કે તમે 35 લાખની લોન લીધી છે. જેના પર 6.9 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો. 


કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન


લોન અમાઉન્ટ-   35 લાખ
વ્યાજ-                6.9%
સમય મર્યાદા-      6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ-  1,22,499


સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન


લોન અમાઉન્ટ-   35 લાખ
વ્યાજ-               6.9%
સમય મર્યાદા-     6 મહિના
સિમ્પલ વ્યાજ-   1,20,750


કેટલું વ્યાજ મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ 
                               1,22,499 - 120750
                                = 1749 રૂપિયા 


આ કેલ્ક્યુલેશનથી તમને એટલો અંદાજો તો જરૂર મળી જશે કે કેટલી રકમ તમને પાછી મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મોરેટોરિયમનો લાભ લેનારા કે ન લેનારા ગ્રાહકો RBIના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હવે મંગળવારે આરબીઆઈએ દેશની તમામ બેંકો અને લોન આપનારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે ગ્રાહકોને જલદી વ્યાજ પર વ્યાજની છૂટનો લાભ પહોંચાડવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube