મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. 

મુકેશ અંબાણીની સંપત્તિમાં ધરખમ ઘટાડો, ટોપ 10 અમીરોની યાદીમાંથી થઈ શકે છે બહાર!

નવી દિલ્હી: દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ની સંપત્તિમાં 7 અબજ ડોલરનો ધરખમ ઘટાડો નોંધાયો છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો ગત વર્ષની સરખામણીએ 15 ટકા ઘટ્યો છે. જેના કારણે સોમવારે RILના શેરોમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો, જે આજે મંગળવારે પણ ચાલુ છે. 

મુકેશ અંબાણીની સંપત્તિ 7 અબજ ડોલર ઘટી
સોમવારે રિલાયન્સના શેર લગભગ 9 ટકા સૂધી તૂટ્યા હતા. 23 માર્ચ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આ સૌથી મોટો ઘટાડો રહ્યો. આ ઘટાડાથી રિલાયન્સની માર્કેટ કેપ એક લાખ કરોડ રૂપિયા ઓછી થઈ ગઈ. જેના કારણે ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનર યાદી (Forbes Real Times Billionaires List) મુજબ મુકેશ અંબાણીની નેટવર્થ પણ 6.9 અબજ ડોલર ઓછી થઈ ગઈ. હવે મુકેશ અંબાણીની સંપત્તિ 71 અબજ ડોલર રહી  ગઈ છે. ફોર્બ્સની ટોપ 10 અમીરોની યાદીમાં તેઓ 9માં નંબરે ધકેલાઈ ગયા છે. ગઈ કાલ સુધી તેઓ 8મા નંબરે, તે અગાઉ 5મા નંબરે હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો તૂટ્યો
શુક્રવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ત્રિમાસિક પરિણામો આવ્યા હતા. RILનો નફો 15 ટકા ઘટીને 9850 કરોડ રૂપિયા થયો. કોરોના સંકટના કારણે ઈંધણની ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો. રેવન્યુ પણ 24 ટકા ઘટીને 1.16 લાખ કરોડ રૂપિયા રહી. 

આ છે ફોર્બ્સની લેટેસ્ટ ટોપ 10 અમીરોની યાદી

અમીરોના નામ                             કુલ નેટવર્થ (અબજ ડોલર)                        
1. જેફ બેજોસ                                 177.7
2. બર્નાર્ડ અલાન્ટ એન્ડ ફેમિલી          114.2  
3. બિલ ગેટ્સ                                 113.7 
4.માર્ક ઝકરબર્ગ                               96.1
5. એલન મસ્ક                                 89.3
6. વોરેન બફેટ                                 77.2
7. લેરી એલિસન                              74.7
8. લેરી પેઝ                                     72.1
9. મુકેશ અંબાણી                            71.4
10.સર્જેઈ બ્રિન                                70.2

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news