શું તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘો શેર કયો છે? ભારતીય શેર બજારમાં હજુ પણ 5-10 પૈસાવાળા શેર તમને મળી જાય, એટલે કે કોઈ પણ ખરીદી શકે છે પરંતુ દુનિયાના સૌથી મોંઘા શેરનો ભાવ જાણીને તમને વિશ્વાસ નહીં થાય કે આટલો પણ મોંઘો શેર હોઈ શકે  ખરા. આજની તારીખમાં દુનિયાના આ સૌથી મોંઘા શેરની કિંમત સાડા ચાર કરોડ રૂપિયાથી પણ વધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાનો સૌથી મોંઘો શેર બર્કશાયર હથવે ઈંક (Berkshire Hathaway Inc.) છે. આ કંપનીના એક શેરની કિંમત હાલ 5,43,750 ડોલર છે જે ભારતીય ચલણમાં 4.52 કરોડ રૂપિયા જેટલી થાય. આ એક જ શેરથી  તમારી પાસે આલીશાન ઘર, ગાડી, નોકર ચાકર, બેંક બેલેન્સ અને એશોઆરામની બધી વસ્તુઓ આવી જાય. એક શેરની કિંમતમાં જેટલા ઝીરો લાગે તે ગણીને તો ભલભલા કન્ફ્યૂઝ થઈ જાય. 


એક શેરવાળો પણ કરોડપતિ
આ એક શેર માણસની જીંદગી બદલી શકે છે. સામાન્ય માણસ પોતાની આખી કમાણી આ શેર પાછળ વાપરી નાખે તો પણ તે ખરીદી શકે નહીં. કારણ કે એક શેર ખરીદવા માટે 3.52 કરોડ રૂપિયાની જરૂર પડે. જે બજેટ બહાર થઈ જાય. બર્કશાયર હથવેનો શેર કઈ આજકાલનો નહીં પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી દુનિયાનો સૌથી મોંઘો શેર બનેલો છે. 


આ કંપનીના શેર ગત એક વર્ષમાં 18 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જ્યારે પાંચ વર્ષમાં આ શેરે રોકાણકારોને લગભગ 80 ટકા રિટર્ન આપ્યું છે. ફોર્બ્સના જણાવ્યાં મુજબ બર્કશાયર હથવેમાં વોરેન બફેટની ભાગીદારી 16 ટકા છે. 


તમને એમ થાય કે બર્કશાયર હથવે ઈંક કંપનીના માલિક હોણ હશે તો જણાવી દઈએ કે વોરેન બફેટ એ કોઈ ઓળખના મોહતાજ નથી. દુનિયાની સૌથી મોંઘા શેરવાળી કંપનીના માલિક વોરેન બફેટ છે. દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટને દુનિયાભરમાં લોકો ફોલો કરે છે. એવું કહેવાય છે કે જે કંપનીમાં વોરેન બફેટ રોકાણ કરે છે તેના દિવસ બદલાઈ જાય છે. 


કંપનીનો સૌથી વધુ કારોબાર અમેરિકામાં છે. કંપનીમાં લગભગ 383000 કર્મચારીઓ કામ કરે છે. Berkshire Hathaway Inc. અમેરિકા ઉપરાંત ચીનમાં પણ વિસ્તારની યોજના ઘડી રહી છે. વોરેન બફેટે જ્યારે 1965માં આ ટેક્સટાઈલ કંપની સંભાળી હતી ત્યારે તેના એક શેરની કિંમત 20 ડોલર કરતા પણ ઓછી હતી. 


બર્કશાયર હથવેનો કારોબાર પ્રોપર્ટી અને કેઝ્યુઅલ્ટી ઈન્શ્યુરન્સ અને રિઈન્શ્યુરન્સ, યુટિલિટિઝ અને એનર્જી, ફ્રેટ રેલ ટ્રાન્સપોર્ટેશન, ફાઈનાન્સ, મેન્યુફેક્ચરિંગ, રિટેલિંગ અને સર્વિસીઝ સેક્ટરમાં છે. તેનું હેડક્વાર્ટર ઓહામામાં છે. તેની શરૂઆત 1939માં થઈ હતી. બફેટે 1965માં બર્કશાયર હથવેની ખરીદી હતી. 


 (Disclaimer: અહીં ફક્ત શેરની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)