અમદાવાદ :ભારતીયોમાં ઓનલાઈન ફૂડ ખાવા (online food) નો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. ત્યારે ઓનલાઈન ફૂડ ડિલીવર કરતી કંપની સ્વીગી (swiggy) ના એપ પરથી ભારતીય દર મિનીટે 95 બિરયાની ઓર્ડર કરે છે. ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વીગીએ હાલમાં જ આ સરવે શેર કર્યો છે. દર મિનીટે 95 બિરયાની (Biryani) ના ઓર્ડર પરની સ્પીડથી સરક્યુલેશનના હિસાબ લગાવીએ તો મતલબ એ થયો કે, દર સેકન્ડે 1.6 બિરયાનીના ઓર્ડર મળે છે. ભારતીયોની ફૂડ ઓર્ડિંગની આદત પર કંપનીની ચોથી વાર્ષિક સ્ટેટિકિ્સ રિપોર્ટ અનુસાર, પહેલીવાર સ્વીગી ડાઉનલોડ કરીને ઉપયોગ કરનાર યુઝર આ એપના માધ્યમથી પહેલા ઓર્ડરમાં પણ બિરયાની જ મંગાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષમાં આ 5 ઓફરમાં ભૂલથી પણ ન પડતા, નહિ તો કોઈ ચૂનો ચોપડીને જતુ રહેશે   


એક રોમાંચક માહિતી એ પણ સામે આવી છે કે, ઓર્ડરવાળી આ લિસ્ટમાં બિરયાની સતત ત્રીજા વર્ષે ટોપ પર રહી છે. જોકે, 128 ટકાની સાથે આ વર્ષે ખીચડીના ઓર્ડર પણ ભારે વધારો થયો છે. આઈએએનએસના રિપોર્ટ મુજબ, સ્વીગીએ કહ્યું કે, અમારા યુઝર્સ ચીકન બિરયાની પસંદ કરી છે, તો પિઝ્ઝામાં વેજિટેરિયન ટોપિંગ્સને મહત્વ છે. પિઝ્ઝા ઓર્ડર પર પનીર, ડુંગળી, ચીઝ, એક્સ્ટ્રા ચીઝ, મશરૂમ, શિમલા મિર્ચ અને મક્કા સૌથી સામાન્ય ટોપિંગમાંથી એક છે. 


રાવણના ભાઈને કારણે હનુમાનજીને મળ્યું હતું પંચમુખી સ્વરૂપ, રહસ્યથી ભરેલી છે આખી વાત


  • ચિકન બિરયાની

  • મસાલા ઢોંસા

  • પનીર બટર મસાલા

  • ચીકન ફ્રાઈડ રાઈસ

  • મટન બિરયાની

  • ચિકન દમ બિરયાની

  • વેજ ફ્રાઈડ રાઈસ

  • વેજ બિરયાની 

  • તંદુરી ચિકન

  • દાલ મખ્ખની

  • ગુલાબ જાંબુ

  • ખીચડી


સ્વીગીએ જણાવ્યું કે, તેમની એપ પર માત્ર બિરયાની અને ખીચડી જ નહિ, બીજી અનેક રસપ્રદ રેસિપી મંગાવવામાં આવી છે. એપ પર સૌથી વધુ ડિમાન્ડ ગુલાબ જાંબુ અને મગ દાળના હલવાની ડિમાન્ડ કરે છે. ગુલાબ જાંબુના 17,69,399 અને હલવાના 2,00,301 ઓર્ડર મળ્યા છે. જ્યારે કે, 11,94,732 ઓર્ડરની સાથે ફાલુદા સ્વીગી લવર્સના ફેવરિટ ડેઝર્સમાં સામેલ છે. મુંબઈમાં ફાલુદાની સાથે આઈસ્ક્રીમના ઓર્ડર પણ સૌથી વધુ મળ્યા છે. ભારતમાં ઓનલાઈન ફૂડ ડિમાન્ડમાં ગત કેટલાક વર્ષોમાં ભારે તેજી આવી છે. ભારતમાં આ પ્રકારે અન્ય એક કંપની ઝોમાટો પણ છે. આ કંપનીમાં પણ મોટી સંખ્યામાં ગ્રાહકો ઓનલાઈન ફૂડ ઓર્ડર કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....