નવી દિલ્હીઃ પાછલા મહિને 30 નવેમ્બરે ટાટા ટેક્નોલોજીનો આઈપીઓ લિસ્ટ થયો હતો. તેણે પ્રથમ દિવસે 160 ટકાની કમાણી કરાવી હતી. ઘણા લોકોની ઈચ્છા અધુરૂ રહી ગઈ કે ટાટા ટેક્નોલોજીનો આઈપીઓના શેર એલોટ થયા હોત તો મોટી કમાણી કરી શકત. પ્રથમ દિવસે પૈસા ડબલ કરતા આઈપીઓ દરરોજ આવતા નથી. જો તમે પણ આવા આઈપીઓની રાહ જોઈ રહ્યાં છો તો તમારે મોતીસન્સ જ્વેલર્સ (Motisons Jewellers)પર ધ્યાન આપવું જોઈએ. 18 ડિસેમ્બરે તેનો આઈપીઓ ખુલવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ તે વાતની કોઈ ગેરંટી નથી કે મોતીસન્સ જ્વેલર્સ પણ ટાટા ટેકની જેમ પ્રથમ દિવસે 160 ટકાનું રિટર્ન આપી દેશે, પરંતુ ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સારો નફો મળી શકે છે. સંભવ છે કે પ્રથમ દિવસે શેર પૈસા ડબલ કરી દે.


નોટ કરો આઈપીઓની મહત્વની તારીખો
તમારે મોતીસન્સ જ્વેલર્સના આઈપીઓની ડિટેલ નોટ કરી લેવી જોઈએ. સામાન્ય લોકો માટે સબ્સક્રિપ્શન 18 ડિસેમ્બરે ઓપન થશે અને 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકાય છે. મોતીસન્સ જ્વેલર્સ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 52-55 રૂપિયા નક્કી કરવામાં આવી છે. લોટ સાઇઝ 250 શેરની છે. મતલબ કે ઓછામાં ઓછા 250 કે પછી તેના ગુણાંક (500, 750…)માટે એપ્લાય કરવું પડશે. 21 ડિસેમ્બર સુધી એલોટમેન્ટ થવાની સંભાવના છે. આગામી  દિવસે એટલે કે 22 ડિસેમ્બર સુધી રિફંડ મળી જશે. 


આ પણ વાંચોઃ આવી ગઈ કમાણીની તક! કાલે ઓપન થશે બે કંપનીના આઈપીઓ, પૈસાની કરી લો વ્યવસ્થા


આ સાથે 22 ડિસેમ્બરે શેર ડીમેટ એકાઉન્ટમાં આવી શકે છે. 26 ડિસેમ્બરે મોતીસન્સ જ્વેલર્સના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટ થવાની સંભાવના છે. નોંધનીય છે કે આ સંભવિત તારીખો છે અને તેમાં ફેરફાર પણ થઈ શકે છે. 


શું છે ડબલની સ્કીમ?
માર્કેટમાં લિસ્ટ થતા પહેલા, શેરના ભાવ ગ્રે માર્કેટમાં આગળ વધે છે. ક્યારેક આ કિંમતો પ્રીમિયમ પર ચાલી રહી છે (એટલે ​​કે ઉપર) અને ક્યારેક ડિસ્કાઉન્ટ પર (અર્થાત નીચે). IPO વોચના જણાવ્યા અનુસાર, ગ્રે માર્કેટમાં Motisons જ્વેલર્સના શેર લગભગ રૂ. 60ના પ્રીમિયમની ટ્રેડ થઈ રહ્યાં છે. અપર પ્રાઇસ બેન્ડ રૂ. 55 છે અને જો રૂ. 60નું પ્રીમિયમ ચાલુ રહેશે તો તે રૂ. 115 પર લિસ્ટ થશે. તમને તે 55 રૂપિયામાં મળશે અને તે 115 રૂપિયામાં લિસ્ટ થશે. આનો અર્થ એ છે કે તે લિસ્ટ થતાંની સાથે જ તે 100 ટકાથી વધુ વળતર આપશે.


આ પણ વાંચોઃ જલદી કરજો! સોનાના ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો, ખરીદવા માટે છે યોગ્ય સમય


અહીં એક વાત નોંધવા જેવી છે કે ગ્રે માર્કેટ એ સત્તાવાર બજાર નથી અને અહીં પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટ પણ બદલાતા રહે છે. એવું પણ શક્ય છે કે લિસ્ટિંગના દિવસે આ પ્રીમિયમ ડિસ્કાઉન્ટમાં ફેરવાઈ જાય અથવા તે વધીને 80-90 રૂપિયા પણ થઈ શકે.


કંપનીએ ડ્રાફ્ટમાં કહ્યું છે કે આગળ વધવા માટે કંપનીને પૈસાની જરૂર છે. તે આઈપીઓમાંથી મેળવેલી રકમનો ઉપયોગ કંપનીની વર્કિંગ કેપિટલને પૂરી કરવાની સાથે-સાથે પોતાની લોન ચુકવણી માટે કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube