Gold Rate: જલદી કરજો! સોનાના ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો, ખરીદવા માટે છે યોગ્ય સમય

ઘરમાં લગ્ન છે અને સોનું ખરીદવાનું બાકી છે તો તમારા માટે આ સોનેરી તક છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. લગભગ ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થયો છે. 4 ડિસેમ્બરના રોજ સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો.

Gold Rate: જલદી કરજો! સોનાના ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો, ખરીદવા માટે છે યોગ્ય સમય

ઘરમાં લગ્ન છે અને સોનું ખરીદવાનું બાકી છે તો તમારા માટે આ સોનેરી તક છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં જબરદસ્ત ઘટાડો થયો છે. લગભગ ભાવમાં 3000 રૂપિયાનો ઘટાડો થયો છે. 4 ડિસેમ્બરના રોજ સોનાનો ભાવ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચ્યો હતો. એ દિવસે 64063 રૂપિયા ભાવ હતો. હવે 11 ડિસેમ્બરના રોજ બજાર બંધ થયું ત્યારે સોનાના ભાવ 3000 રૂપિયા ઘટીને 61177 પર પહોંચી ગયા છે. 12 ડિસેમ્બરના રોજ સોનાના ભાવમાં સામાન્ય સુધારો થયો હતો. જેમાં MCX પર સોનાનો ભાવ 61325 રૂપિયા પહોંચ્યો હતો. સોનાના ભાવમાં ઘટાડાનું કારણ ડોલર ઈન્ડેક્સમાં તેજી છે. ડોલર ઈન્ડેક્સ 104ની આસપાસ છે. જાણકારોનું કહેવું છે કે હાલમાં સોનું ટોચની સપાટીએ છે. જો ડોલર ઈન્ડેક્સમાં વધારો થયો તો ભાવમાં વધુ ઘટાડો થશે. એકસપર્ટ્સનું કહેવું છે કે હાલમાં ભાવમાં ઘટાડો છે તો લગ્ન હોય તો સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે આગામી દિવસોમાં ભાવ વધી શકે છે. 

વિદેશી બજારોમાં સોનું અને ચાંદી
અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થાય તે પહેલા વિદેશી બજારોમાં સોના અને ચાંદીમાં ઉપરના સ્તરેથી નરમાઈ જોવા મળી રહી છે. COMEX પર સોનાની કિંમત $2000 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહી છે. લગભગ 3 અઠવાડિયા પછી, સોનાનો દર $2000 થી નીચે સરકી ગયો છે. ચાંદી પણ 1 મહિનાના સૌથી નીચા સ્તરે કારોબાર કરી રહી છે. કોમેક્સ પર ચાંદીની કિંમત ઘટીને $23.19 પ્રતિ ઓન્સ થઈ ગઈ છે.

4 ડિસેમ્બરે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે

MCX પર સોનાની કિંમત 64063 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ હતી. ઇન્ટ્રાડેમાં સોનાના ભાવમાં રૂ. 600નો વધારો થયો હતો. તેવી જ રીતે COMEX પર પણ સોનાની કિંમત રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે. COMEX પર સોનાનો દર $2104 પ્રતિ ઓન્સ પર ટ્રેડ થઈ રહ્યો છે. વિશ્લેષકો માને છે કે COMEX પર સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. 4 ડિસેમ્બરે આ સ્થિતિ બાદ હવે ભાવમાં ઘટાડો થયો છે. 

આજના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈકાલે સવારે 820 રૂપિયા તૂટીને 61595 રૂપિયાની સપાટીએ ખુલ્યું હતું અને બંધ થયું ત્યારે વધુ ભાવ ગગડીને 61452 રૂપિયાની સપાટીએ બંધ થયું હતું જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ હાલ 751 રૂપિયા ગગડીને 56421 રૂપિયાના સ્તરે પહોંચ્યું અને છેલ્લે 56290 પર બંધ થયું હતું. આજે બજાર ખુલતા ભાવ વધુ 90 રૂપિયા ગગડીને 56200 પર પહોંચી ગયો. ચાંદીની વાત કરીએ તો ચાંદી ગઈ કાલે સવારે પ્રતિ કિલો 2023 રૂપિયા ગગડીને 71688 રૂપિયાના સ્તરે પહોંચી હતી સાંજે વધુ 286 રૂપિયા ગગડીને 71402 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી જે આજે 240 રૂપિયાની તેજી સાથે 71642 રૂપિયના સ્તરે છે.. શુક્રવારે જ્યારે બજાર બંધ થયું ત્યારે ચાંદીના ભાવ 73711 રૂપિયા પ્રતિ કિલો હતા. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

કેવી રીતે નક્કી થાય છે સોનાના ભાવ
સોનાના ભાવ ઘણું ઘરું બજારમાં સોનાની ડિમાન્ડ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. સોનાની માંગણી વધશે તો રેટ પણ વધશે. ગોલ્ડનો સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓથી પણ પ્રભાવિત થાય છે. દાખલા તરીકે જો ઈન્ટરનેશનલ ઈકોનોમી ખરાબ પ્રદર્શન કરી રહી છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે ગોલ્ડમાં રોકાણ કરશે. તેનાથી સોનાની કિંમત વધી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news