નવી દિલ્હીઃ IPO ની રાહ જોઈ રહેલા ઈન્વેસ્ટરો માટે એક શુભ સમાચાર છે. આજથી મોતીસન્સ જ્વેલર્સનો આઈપીઓ (Motisons Jewellers IPO)ખુલી ગયો છે. આજના દિવસે તે 10 ગણો વધુ એપ્લાય થઈ ગયો છે. હજુ બે દિવસ (19 અને 20 ડિસેમ્બર) બાકી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમના આધાર પર જોવામાં આવે તો એક્સપર્ટ પ્રથમ દિવસે બમ્પર લિસ્ટિંગનું અનુમાન લગાવી રહ્યાં છે. પ્રથમ દિવસે 200 ટકાથી વધુ રિટર્ન પ્રથમ દિવસે આપી શકે છે. આવો મોતીસન્સ આઈપીઓ વિશે જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇનવેસ્ટોગેન નામની એક વેબસાઇટ પ્રમાણે 18 ડિસેમ્બરે તેનું પ્રીમિયમ 125 રૂપિયા છે. મતલબ ગ્રે માર્કેટમાં લોકો તેની ઉપરી પ્રાઇઝ બેન્ડથી 125 રૂપિયા વધુ આપીને પણ ખરીદવા તૈયાર છે. મહત્વનું છે કે મોતીસન્સની ઉપરી પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા છે, જ્યારે નિચલી 52 રૂપિયા છે. આઈપીઓ વોચ નામની બીજી સાઇટે તેનું પ્રીમિયમ 100 રૂપિયા ગણાવ્યું છે. 


આ પણ વાંચોઃ 1 કરોડ સરકારી કર્મચારીઓ માટે બજેટમાં થશે મોટી જાહેરાત,  DA વધીને થશે 50%


કેટલા પર થઈ શકે છે લિસ્ટ
આજથી આઈપીઓમાં બિડ લાગવાની શરૂ થઈ છે. હજુ બે દિવસ બિડિંગ થશે એટલે કે તમે આગામી બે દિવસ આ આઈપીઓમાં દાવ લગાવી શકો છો. સંભાવના છે કે 26 ડિસેમ્બરે કંપની એનએસઈ અને બીએસઈ પર લિસ્ટ થઈ શકે છે. આઈપીઓ માટે અરજી કરનારને 21 ડિસેમ્બરે ખબર પડશે કે તેને એલોટમેન્ટ થયું છે કે નહીં. જો એલોટમેન્ટ ન થાય તો 22 ડિસેમ્બરે તેને રિફંડ મળી જશે. 


લિસ્ટિંગની વાત કરીએ તો ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રમાણે ઓછામાં ઓછા 55 + 100 = 155 રૂપિયા પર લિસ્ટ થવો જોઈએ. જો જીએમપી 120 રૂપિયા પ્રમાણે ગણીએ તો કંપનીનું લિસ્ટિંગ 175 રૂપિયા પર થઈ શકે છે. એટલે કે લિસ્ટિંગના દિવસે 220 ટકાનું રિટર્ન મળશે. 


કેટલા પૈસા લગાવી શકે છે એક રિટેલ ઈન્વેસ્ટર
રિટેલ ઈન્વેસ્ટર ઓછામાં ઓછા 1 લોટ માટે અરજી કરી શકે છે. 1 લોટમાં 250 શેર રાખવામાં આવ્યા છે. એક લોટ માટે કુલ 13750 રૂપિયા રોકવા પડશે. એક રિટેલ ઈન્વેસ્ટર વધુમાં વધુ 14 લોટ માટે અરજી કરી શકે છે. તે માટે કુલ રોકાણ 192500 રૂપિયા થશે. 


આ પણ વાંચોઃ રોકેટની જેમ ઉડ્યો આ સરકારી કંપનીનો શેર! જેની પાસે છે એ તો કરી રહ્યાં છે તગડી કમાણી


આ જાણવું પણ જરૂરી છે
2.74 કરોડ ઇક્વિટી શેર મોટિસન્સ જ્વેલર્સ IPO દ્વારા વેચવામાં આવશે. ઈશ્યુમાં કોઈ ઓફર ફોર સેલ (OFS) નથી. ઇશ્યૂનો અડધો ભાગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે આરક્ષિત છે, 15 ટકા હાઇ નેટ વર્થ ઇન્ડિવિઝ્યુઅલ્સ (NIIs) માટે અને બાકીના 35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત છે. કંપનીએ IPO ખોલ્યા પહેલા એન્કર રોકાણકારો પાસેથી આશરે રૂ. 36 કરોડ એકત્ર કર્યા છે.


(Disclaimer: આઈપીઓમાં રોકાણ જોખમોને અધીન છે. રોકાણ કરતા પહેલા કંપની વિશે અભ્યાસ જરૂરી છે. આઈપીઓમાં પૈસા લગાવતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝર સાથે ચર્ચા જરૂર કરો. તમારા લાભ કે નુકસાન માટે ઝી 24 કલાક જવાબદાર નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube