નવી દિલ્હી : આસામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આ્વ્યો છે. અહીંના તિનસુકિયા જિલ્લામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ના એક એટીએમમાં બેંક અધિકારીઓની બેદરકારીા કારણે ઉંદર 12 લાખ રૂ.ની કરન્સીનું મોટું નુકસાન કર્યું છે. ઉંદરોએ જે કરન્સીને નુકસાન પહોંચાડ્યું છે એ 500 રૂ. અને 2000 રૂ.ની નોટો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયામાં આ મામલો આવ્યા પછી બેંક અધિકારીઓમાં મામલાનો તોડ કાઢવા માટે દોડાદોડી વધી ગઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર પ્રમાણે તિનસુકિયા જિલ્લાના લાઇપુલી વિસ્તારમાં આવેલું એસબીઆઇનું એક એટીએમ ટેકનીકલ ખરાબીને કારણે 20 મેથી બંધ છે. 11 જુનના દિવસે બેંકનો ટેકનિકલ સ્ટાફ જ્યારે એટીએમ રિપેર કરવા પહોંચ્યો ત્યારે એના હોશ ઉડી ગયા હતા. આ એટીએમ ખોલ્યા પછી સ્ટાફે જોયું કે એની અંદર 500 અને 2000 રૂ.ની કરન્સી નોટોના નાના-નાના ટુકડાં જોવા મળ્યા હતા. 


આ એટીએમ લગભગ 20 દિવસ ખરાબ રહ્યું હતું. આ દરમિયાન ઉંદરોએ કરન્સી નોટોને નુકસાન પહોંચાડ્યું હતું. બેંક અધિકારીઓએ માહિતી આપી છે કે એટીએમમાં ઉંદરોએ 12.38 લાખ રૂ.ની કરન્સીને નુકસાન પહોંચાડ્યું છે. બેંક અધિકારીએ વિશેષમાં માહિતી આપી છે કે 17 લાખની કરન્સીને બચાવી લેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટીએમને ગૌહાટીની એફઆઇએસ : ગ્લોબલ બિઝનેસ સોલ્યુશનની દેખરેખમાં ચલાવવામાં આવે છે. 


જ્યારે ઇન્દિરા ગાંધીએ પ્લેનમાં ઉજવ્યો હતો રાહુલનો જન્મદિવસ...


કંપનીએ 19મેના દિવસે એટીએમમાં 29 લાખ રૂ.ની કેશ જમા કરાવી હતી. આ પછી બીજા દિવસથી એટીએમ બંધ થઈ ગયું હતું. જોકે ઉંદર એટીએમમાં પહોંચીને નુકસાન પહોંચાડી શકે છે એના પર કેટલાક લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. 


બિઝનેસના લગતા સમાચાર જાણવા કરો ક્લિક...