MSME દિવસ: વિશ્વનો 90 ટકા બિઝનેસ MSME પર નિર્ભર, દેશમાં ગુજરાતનું સ્થાન ક્યાં?
જો છેલ્લા 7 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં MSME સેક્ટરના GVA (ગ્રોસ વેલ્યુ એડેડ)માં સતત વધારો થયો છે. વર્ષ 2018-19માં તે વધીને 33.5 ટકા થયો હતો. ત્યારબાદ, આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો અને કોવિડને કારણે થોડો ઘટાડો થયો છે, પરંતુ હાલમાં દેશના GVA માં MSME ક્ષેત્રનું યોગદાન 30 ટકા છે.
નવી દિલ્હી: સૂક્ષ્મ, નાના અને મધ્યમ કદના ઉદ્યોગો (MSMEs) ના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 27 જૂનને MSME દિવસ તરીકે ઉજવવામાં આવે છે. MSME Day વિશ્વભરની અર્થવ્યવસ્થા અને રોજગાર નિર્માણ કરવામાં MSMEની મોટી ભૂમિકા રહેલી છે. 2030 સુધીમાં વિશ્વમાં 60 કરોડ અને નોકરીઓનું સર્જન કરવું પડશે. તેના માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જરૂરી છે.
MSME દેશનાGVA માં એક તૃતીયાંશ યોગદાન
જો છેલ્લા 7 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં MSME સેક્ટરના GVA (ગ્રોસ વેલ્યુ એડેડ)માં સતત વધારો થયો છે. વર્ષ 2018-19માં તે વધીને 33.5 ટકા થયો હતો. ત્યારબાદ, આર્થિક પ્રવૃત્તિઓમાં ઘટાડો અને કોવિડને કારણે થોડો ઘટાડો થયો છે, પરંતુ હાલમાં દેશના GVA માં MSME ક્ષેત્રનું યોગદાન 30 ટકા છે.
વિશ્વમાં MSME
વિશ્વ બેંકના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં લગભગ 90% વ્યવસાયો અને 50% થી વધુ નોકરીઓ MSME માંથી પેદા થાય છે. સમગ્ર વિશ્વના જીડીપીમાં તેનો હિસ્સો 50% છે. જ્યારે, વિકાસશીલ અર્થતંત્રમાં MSMEનું યોગદાન 40 ટકા સુધી છે. એટલું જ નહીં, આ દેશોમાં 10માંથી 7 નોકરીઓ એસએમઈ (Small & Medium Enterprises)માં પૈદા થાય છે.
Enterprise |
MSME registered (in lakh unit) |
% Share |
Small enterprise |
3.36 |
4.16% |
Medium enterprise |
0.37 |
0.4% |
Micro-enterprise |
88.50 |
95.42% |
કોવિડ રોગચાળામાં ત્રણમાંથી બે MSME ખરાબ રીતે પ્રભાવિત
કોવિડ 19 મહામારીના કારણે MSME ક્ષેત્ર પર ગંભીર અસર કરી હતી. મહામારી દરમિયાન લોકડાઉનને કારણે ઘણા ઉદ્યોગોને કાયમી અથવા સંપૂર્ણપણે બંધ કરવા પડ્યા હતા. કોવિડ 19ને કારણે વિશ્વભરના સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરના સર્વેક્ષણ મુજબ 2 માંથી 3 સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (SME) 'અત્યંત અસરગ્રસ્ત' હતા. જ્યારે, આ સમયગાળા દરમિયાન 43 ટકા મોટા ઉદ્યોગોને મોટી અસરનો સામનો કરવો પડ્યો હતો. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે મહિલાઓ અને યુવાનો દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગોને મહામારીને કારણે સૌથી વધુ નુકસાન થયું છે.
મહિલાઓ દ્વારા સંચાલિત 61% ઉદ્યોગો ગંભીર રીતે પ્રભાવિત થયા, જ્યારે પુરુષો દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગોમાંથી માત્ર 43% જ ગંભીર રીતે પ્રભાવિત થયા હતા. મહામારીના પ્રથમ ત્રણ મહિનામાં યુવાનો દ્વારા ચલાવવામાં આવતા 27% ઉદ્યોગો બંધ કરવા પડ્યા હતા. ભારતમાં ઉદ્યોગોને પણ ઘણું નુકસાન થયું. ભારત સરકારની સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 1,029 MSMEમાં કરવામાં આવેલા સર્વે મુજબ 67% ટકા MSMEને 3 મહિના માટે બંધ રાખવા પડ્યા હતા. ઉપરાંત 50% થી વધુ ઉદ્યોગોની આવકમાં 25% થી વધુનો ઘટાડો થયો હતો.
Year |
GVA Contribution in % |
2014-15 |
31.8 |
2015-16 |
32.28 |
2016-17 |
32.24 |
2017-18 |
32.79 |
2018-19 |
33.5 |
2019-20 |
30.5 |
2020-21 |
30 |
ભારતમાં 95% થી વધુ Micro Enterprise
વર્ષ 2015-16 માટે NSSO (નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ)ના સર્વેક્ષણમાં અંદાજ છે કે દેશમાં 6.3 કરોડ MSME કામ કરી રહ્યા છે. જેના કારણે દેશના 11 કરોડથી વધુ લોકોને રોજગાર મળ્યો છે. તેમાંથી 1.96 કરોડ મેન્યુફેક્ચરિંગમાં, 2.3 કરોડ બિઝનેસમાં અને 2 કરોડ અન્ય કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જ્યારે, ભારતમાં એન્ટરપ્રાઇઝ પોર્ટલ પર નોંધાયેલા MSMEની સંખ્યા 26 જૂન સુધી 92.76 લાખને વટાવી ગઈ છે. તેમાંથી 95 ટકાથી વધુ સૂક્ષ્મ ઉદ્યોગો છે. MSME મંત્રાલયે સૂક્ષ્મ સાહસો માટે એક કરોડ રૂપિયાના રોકાણ અને પાંચ કરોડ રૂપિયાના ટર્નઓવરની મર્યાદા નક્કી કરી છે. નાના ઉદ્યોગો માટે આ મર્યાદા 10 કરોડના રોકાણ અને 50 કરોડના ટર્નઓવર માટે રાખવામાં આવી છે. જ્યારે, રૂ. 20 કરોડનું રોકાણ અને રૂ. 250 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગો મધ્યમ ઉદ્યોગોની શ્રેણીમાં આવે છે.
Description |
Share of Export of MSME related products in All India Export (in %)
|
2017-18 |
48.56 |
2018-19 |
48.10 |
2019-20 |
49.77 |
2020-21 |
49.35 |
MSMEs દેશની નિકાસમાં અડધો હિસ્સો
કરોડો નોકરીઓ ઉત્પન્ન કરવાની સાથે MSME દેશ માટે મૂલ્યવાન વિદેશી હૂંડિયામણ પણ કમાઈને આપે છે. MSME સેક્ટર જે દેશના જીવીએનો ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે, તે દેશની કુલ નિકાસમાં લગભગ અડધો ભાગ (49.35%) ધરાવે છે. વર્ષ 2020-21માં કોવિડને કારણે MSME સેક્ટરને ઘણું નુકસાન સહન કરવું પડ્યું હતું. તેમ છતાં, નિકાસમાં તેના હિસ્સાની વધુ અસર જોવા મળી નથી.
ભારતના આ રાજ્યોમાં સૌથી વધુ MSME
વર્ષ 2015-16માં હાથ ધરાયેલા NSSO સર્વે મુજબ દેશમાં 6.3 કરોડ MSME હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. આ અંદાજ મુજબ ઉત્તર પ્રદેશ (90 લાખ) દેશમાં સૌથી વધુ MSME કામ કરી રહ્યું છે. ત્યારબાદ 88 લાખ સાહસો સાથે પશ્ચિમ બંગાળનો નંબર આવે છે. સૌથી મોટા પાંચ રાજ્યોમાં તમિલનાડુ (49.4 લાખ), મહારાષ્ટ્ર (47.78 લાખ), કર્ણાટક (38.34 લાખ), બિહાર 34.46, આંધ્ર પ્રદેશ (33.87), ગુજરાત (33.16), રાજસ્થાન (26.87), મધ્યપ્રદેશ 26.74) નો પણ સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube