માર્ક ઝુકરબર્ગ કરતા ધનવાન બની ગયા મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, એક દિવસમાં મેટાના ફાઉન્ડરને લાગ્યો ઝટકો
Mukesh Ambani & Gautam Ambani Richer then Mark Zuckerberg: કાલે કંઈક એવું થયું કે દુનિયાના ટોપ 10 ધનવાનોના લિસ્ટમાં સામેલ માર્ક ઝુકરબર્ગ બિલેનિયર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીથી પાછળ રહી ગયા.
નવી દિલ્હીઃ Meta Shares Plunge: માર્ક ઝુકરબર્ગ માટે 3 ફેબ્રુઆરીનો દિવસ ખરાબ સ્વપ્ન સમાન સાબિત થયો જ્યારે Meta (પહેલા ફેસબુક) ના શેરોમાં કાલે એટલે કે ગુરૂવારે 26 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. તેના કારણે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) ની કંપની મેટાને 200 અબજ ડોલરનું નુકસાન થયું છે.
મુકેશ અંબાણી અને અદાણી કરતા પાછળ થયા ઝુકરબર્ગ
એક મોટી વાત છે કે તેના કારણે મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગ (Mark Zuckerberg) ની સંપત્તિમાં 29 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે અને તે 2015 બાદ પ્રથમવાર વિશ્વના ટોપ 10 સૌથી ધનવાન લોકોમાંથી બહાર થઈ ગયા છે. ટોપ 10 લિસ્ટમાંથી બહાર થવાને કારણે તે ધનવાનોની યાદીમાં ભારતીય બિલેનિયર મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી કરતા પાછળ રહી ગયા છે.
આ પણ વાંચોઃ માન્યવર બ્રાન્ડ બનાવનારી કંપનીનો IPO આજે થશે લોન્ચ, રોકાણ કરતા પહેલાં જાણો તમામ વિગત
ઘટીને આટલી રહી ગઈ ઝુકરબર્ગની સંપત્તિ
ગુરૂવારે મેટાના શેરોમાં ઘટાડા બાદ બ્લૂમબર્ગ બિલિનેયર ઇન્ડેક્સના શરૂઆતી આંકડા અનુસાર ઝુકરબર્ગની સંપત્તિ 2 ફેબ્રુઆરીએ ઘટીને 97 અબજ ડોલર થઈ ગઈ, જે પહેલા 120.6 અબજ ડોલર હતી.
એકન મસ્કને પણ જાન્યુઆરીમાં થયું હતું નુકસાન
સંપત્તિમાં આટલો મોટો ઘટાડો જોનાર એકમાત્ર અન્ય વ્યક્તિ એલન મસ્ક ( Elon Musk) છે. તેમને નવેમ્બર 2021માં ટેસ્લા ઇંકના શેરોમાં ઘટાડા બાદ $ 35 બિલિયનનું નુકસાન થયું હતું. મસ્કને જાન્યુઆરીમાં પણ 25.8 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
આ પણ વાંચોઃ ક્યાંક તમારા ખિસ્સામાં તો નથી આવી ગઈને 500ની આવી નકલી નોટ? આ રીતે તુરંત કરો તપાસ
કંપની તરફથી ભારતને લઈને નિવેદન પણ આવ્યું છે
ભારતમાં ડેટાના ભાવમાં થયેલા વધારાએ ડિસેમ્બર, 2021ના ત્રિમાસિક ગાળામાં મેટા (અગાઉનું ફેસબુક)ના વપરાશકર્તા વૃદ્ધિને મર્યાદિત કરી હતી. સોશિયલ મીડિયા જાયન્ટે ગુરુવારે આ વાત કહી. ટેલિકોમ કંપનીઓ ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને રિલાયન્સ જિયોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં તેમની મોબાઈલ સર્વિસ રેટમાં 18-25 ટકાનો વધારો કર્યો છે.
ડિસેમ્બર 2021ના ક્વાર્ટરમાં મેટાનો નફો આઠ ટકાના ઘટાડા બાદ 10.28 અબજ ડોલર રહી ગયો હતો, જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 11.21 અબજ ડોલર હતો. મેટાના મુખ્ય નાણાકીય અધિકારી ડેવ વેનરે કહ્યુ હતુ કે ફેસબુકના પ્રયોગકર્તાઓની સંખ્યામાં વૃદ્ધિ ઘણા કારણે પ્રભાવિત થઈ છે. ભારતમાં ડેટા પેકેજનું મૂલ્ય વધવાને કારણે વૃદ્ધિ પ્રભાવિત થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube