નવી દિલ્હીઃ દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani)કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited)આ સમયે ભારતની સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની છે. RIL 20 લાખ કરોડ રૂપિયાનું માર્કેટ કેપ પાર કરનારી પ્રથમ લિસ્ટેડ ભારતીય કંપની છે. આ રીતે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની ટોપ-50 સૌથી વધુ વેલ્યૂએશનવાળી કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. બુધવારે બીએસઈ પર કંપનીનું માર્કેટ કેપ  20,04,402.25 કરોડ રૂપિયા પર બંધ થયું છે. કંપનીએ 5 વર્ષથી ઓછા સમયમાં પોતાના માર્કેટ કેપમાં 10 લાખ કરોડ રૂપિયા જોડ્યા છે. એટલું જ નહીં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં પણ આ દરમિયાન તેજી આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો શેર
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર બુધવારે કારોબાર દરમિયાન ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. આ કારોબારી સત્રમાં શેર 2966.60 રૂપિયા સુધી પહોંચ્યો હતો. તો આજે બીએસઈ પર 2962.60 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પેટ્રોકેમિકલ, ટેક્સટાઇલ, રિટેલ, મીડિયા, એનર્જી અને ટેલીકોમ સેક્ટરમાં કારોબાર છે. ધીરૂભાઈ અંબાણીએ 1973માં રિલાયન્સની શરૂઆત કરી હતી. તેઓ વિમલ બ્રાન્ડની સાથે ભારતીય ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રીમાં ક્રાંતિ લઈને આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 1977માં રિલાયન્સ પબ્લિક થઈ હતી. તે 29 નવેમ્બર 1995માં એનએસઈ પર આવી હતી. 


આ પણ વાંચોઃ કર્મચારીઓના ખાતામાં આવશે મોટી રકમ! મોંઘવારી ભથ્થાની સાથે 18 મહિનાનું એરિયર મળશે


1990માં 11.74 રૂપિયા પર હતો શેર
સ્ટોક પ્રાઇઝ આર્કાઇવ ડોટ કોમ અનુસાર વર્ષ 1990માં રિલાયન્સના શેરની કિંમત 11.74 રૂપિયા હતી. તે 1994માં વધીને 32.66 રૂપિયા થઈ ગઈ હતી. વર્ષ 2000માં શેરની કિંમત 64.18 રૂપિયા થઈ હતી. વર્ષ 2007માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 126.7 ટકાની તોફાની તેજી જોવા મળી હતી અને શેર 720 રૂપિયા પર પહોંચ્યો હતો. વર્ષ 2010માં શેરની કિંમત ઘટીને 529 રૂપિયા થઈ ગઈ હતી. વર્ષ 2020માં રિલાયન્સનો શેર 1984 રૂપિયા પર હતો. હવે 2024માં શેરની કિંમત 2962 રૂપિયા થઈ ગઈ છે.


1 લાખના બનાવ્યા 2.52 કરોડ રૂપિયા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ વર્ષ 1977માં પબ્લિક થઈ હતી. વર્ષ 1990માં રિલાયન્સના શેરની કિંમત 11.74 રૂપિયા હતી. જો તમે આ સમયે શેરમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તમને રિલાયન્સના 581 શેર મળ્યા હોત. 25 વર્ષ બાદ આ શેરની વેલ્યૂ વધીને 25.20 લાખ રૂપિયા હોત. તે સમયે તમે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે આ શેરની કિંમત વધીને 2.52 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.