Mukesh Ambani:અંબાણીના ઘરે જે ગાયનું દૂધ આવે છે એ ગાયો પણ ઉંઘે ગાદલામાં, ROનું પાણી પીવે અને ACમાં જ રહે
Mukesh Ambani: સામાન્ય લોકોની જેમ અંબાણી પરિવાર માટે પણ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેમના ઘરમાં આવતું દૂધ ખાસ છે. આ ઘરે જે ગાયનું દૂધ આવે છે તે ગાયો પણ ઠાઠથી જીવે છે. આ ગાયોની જાહોજલાલી વિશે જાણી તમને પણ નવાઈ લાગશે.
Mukesh Ambani: પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના પરિવાર વિશે લોકો વધુને વધુ જાણવા માંગતા હોય છે. ભારતના સૌથી મોટા બિઝનેસ ટાઈકૂન દુનિયાના ટોચના અમીરોની યાદીમાં પણ સ્થાન ધરાવે છે. મુંબઈમાં તે 75 માળના ઘર એંટીલિયામાં પરિવાર સાથે રહે છે. આ ઘરનું લાઈટ બિલ પણ લાખોમાં હોય છે.
અંબાણી પરિવારના ભોજન માટે શાક પણ ઓર્ગેનિક જ ઉપયોગમાં લેવાય છે. જો કે સામાન્ય લોકોની જેમ અંબાણી પરિવાર માટે પણ દૂધનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ તેમના ઘરમાં આવતું દૂધ ખાસ છે. આ ઘરે જે ગાયનું દૂધ આવે છે તે ગાયો પણ ઠાઠથી જીવે છે. આ ગાયોની જાહોજલાલી વિશે જાણી તમને પણ નવાઈ લાગશે.
આ પણ વાંચો: Kankhajura:આ વસ્તુઓથી દુર ભાગે છે કાનખજૂરા, ખૂણેખાચરે છુપાયેલા કાનખજૂરા પણ ભાગી જશે
અંબાણીના ઘરે આ ડેરીનું આવે છે દૂધ
અંબાણી પરિવાર દરરોજ હોલ્સટિન અને ફ્રેશિયન જાતની ગાયનું દૂધ પીવે છે. આ પ્રીમિયમ દૂધ ખાત કરીને પૂના પાસે મંચરમાં આવેલી ભાગ્યલક્ષ્મી ડેરી ફાર્મમાંથી આવે છે.
35 એકરમાં છે 3000 ગાયોનું ફાર્મ
ભાગ્યલક્ષ્મી ડેરી 35 એકરમાં ફેલાયેલી છે. અહીં 3000થી વધારે હોલ્સટિન અને ફ્રેશિયન જાતની ગાયો છે. આ ગાયો ન્યૂટ્રિશયનથી ભરપૂર હાઈ ક્વોલિટી દૂધ આપવા માટે જાણિતી છે.
આ પણ વાંચો: સાથળ પર લગાડો ઘરમાં રહેલી આ 4 વસ્તુમાંથી કોઈ 1, સ્ટ્રેચ માર્ક્સ 7 દિવસમાં ગાયબ થશે
7000 રૂપિયાના ગાદલામાં ઉંઘે છે ગાય
હોલ્સટિન-ફ્રેશિયન ગાયો કેરલમાંથી મંગાવેલા રબર કોટેડ ગાદલાઓ પર ઉંઘે છે. આ ગાદલાની કિંમત 7000 રૂપિયા છે. આ ગાદલાઓ ખાસ કરીને આરામદાયક વોટર રેજિસ્ટન્સથી બનાવેલા છે.
ગાયોને શાંત રાખવા સંભળાવાય છે મ્યૂઝિક
ભાગ્યલક્ષ્મી ડેરીમાં ગાયોને શાંત રાખવા અને કન્ફર્ટ મહેસૂસ કરવાવા માટે અહીં ગાયોને દિવસભર મધૂર સંગીત સંભળાવવામાં આવે છે.
આ પણ વાંચો: રસોડાની ગંદી ટાઇલ્સ સાફ કરવાની આ 2 ટીપ્સ નોંધી લો, દિવાળીની સફાઈમાં કામ લાગશે
ગરમીની સીઝનમાં એસીમાં રહે છે ગાયો
ગરમીની સિઝનમાં ગાયોને ઠંડક મહેસૂસ થાય એ માટે આ ડેરી ફાર્મમાં એસી લગાવવામાં આવ્યું છે.
RO ફિલ્ટરનું પીવે છે પાણી
ડેરીની ગાયો સાફ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત પાણી પીવે છે. આ માટે આરઓ લગાવેલું છે. અહીં રાખેલી દરેક ગાયોની રેગ્યુલર તપાસ થાય છે. બિમાર ગાયને તુરંત અલગ કરી દેવામાં આવે છે.
આ પણ વાંચો: Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
દૂધનું પેકિંગ અને બોટલિંગ બધુ જ ઓટોમેટિક
ડેરીમાં દૂધ દોહવાથી લઈને મોર્ડન અને હાઈજેનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. અહીં દૂધ દોહવાથી લઈને પેકેજિંગ માટે બોટલિંગ સુધી ઓટોમેટિક ટેકનિકનો ઉપયોગ થાય છે.
ગાયને દોહવા પહેલાં હોય છે દરેક ગાયનો ટેસ્ટ
સૌથી પહેલાં આ દૂધ પાઈપથી સાયલેજમાં જાય છે. આ બાદ પોશ્વ્યુંરાઈઝ થઈને બોટલમાં પેક કરાય છે. અહીં દૂધ કાઢતાં પહેલાં દરેક ગાયનો ટેસ્ટ થાય છે.
આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ સફેદ પાવડર મિક્સ કરી લગાડો ચહેરા પર, 7 દિવસમાં ત્વચાનુ રુપ બદલી જશે
ડેરીના માલિક છે દેવેન્દ્ર શાહ
ભાગ્ય લક્ષ્મી ડેરીના માલિક દેવેન્દ્ર શાહને સૌથી પહેલાં 175 ગ્રાહકો માટે પ્રાઈડ ઓફ કાઉ બ્રાન્ડ લોન્ચ કરી હતી.
મુંબઈ પુનામાં 99 રૂપિયા અને દિલ્હીમાં 120 રૂપિયે લિટર દૂધ
આ દૂધની કિંમત તમે જાણવા માગતા હો તો મુંબઈ અને પુનામાં આ દૂધ 99 રૂપિયે તો સુરતમાં પણ 99 રૂપિયે વેચાય છે. દિલ્હી આ દૂધન લિટર બોટલનો ભાવ 120 રૂપિયા છે.